બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (10:24 IST)

ગંગા અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન પર રોક

ગંગા નદી અને તેની સહાયક નદીઓમાં મૂર્તિ વિસર્જન કરાશે તો રૂપિયા 50,000નો દંડ થશે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસનો અહેવાલ જણાવે છે કે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) દ્વારા ગંગા 11 રાજ્યોના મુખ્ય સચિવોને નિર્દેશ કર્યો છે.
નિર્દેશમાં કહેવાયું કે ગંગા નદી અને તેની સહાયક નદીઓમાં કોઈ મૂર્તિ વિસર્જન કરી શકાશે નહીં.
કેન્દ્ર સરકારે દશેરા, દિવાળી, છઠ પૂજા, સરસ્વતી પૂજા સહિતના તહેવારોમાં ગંગા અને તેની સહાયક નદીઓમાં વિસર્જનને રોકવા, ઘાટને કોર્ડન કરવા અને રૂપિયા 50,000નો દંડ સહિતના 15 મુદ્દાઓનો નિર્દેશ જાહેર કર્યો છે.
ગત મહિને રાજ્યોના પ્રતિનિધિઓ અને એનએમસીજીના અધિકારીઓ વચ્ચે એક બેઠક થઈ હતી અને બાદમાં આ નિર્ણય લેવાયો હતો.
જેમાં ઉત્તરાખંડ, યુપી, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અધિકારીઓ હાજર હતા. આ સિવાય દિલ્હી, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગ,, હરિયાણા અને રાજસ્થાનમાં આ નિર્દેશ મોકલવામાં આવ્યા છે.
11 રાજ્યોના મુખ્ય સચિવોને દરેક તહેવારની સમાપ્તિ પછી સાત દિવસની અંદર કાર્યવાહી તેમજ અહેવાલ રજૂ કરવા કહેવાયું છે.