રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 26 માર્ચ 2019 (16:37 IST)

વરિષ્ઠ અભિનેત્રી જયાપ્રદા મંગળવારે ભાજપમાં જોડાયાં છે.

પાર્ટીમાં સામલ થયા બાદ જયાપ્રદાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહનો આભાર માન્યો હતો.
 
જયાપ્રદાએ કહ્યું, "આ માટે માટે મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. હું નરેન્દ્ર મોદીની વિચારસરણીથી પ્રભાવિત છું અને તેમના મિશનને આગળ ધપાવીશ. તેમના હાથમાં દેશ સુરક્ષિત છે."
 
જયાપ્રદા આ પહેલાં સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળ તથા સમાજવાદી પાર્ટીમાં હતા.
 
એવી અટકળો વહેતી થઈ છે કે જયાપ્રદાને રામપુરની બેઠક ઉપરથી ચૂંટણી જંગ લડાવવામાં આવશે. આ બેઠક ઉપરથી તેઓ બે વખત સાંસદ રહી ચૂક્યાં છે.