મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 27 માર્ચ 2019 (18:46 IST)

લોકસભા ચૂંટણી 2019 : ભાજપે વિઠ્ઠલ રાદડિયા સહિત ત્રણ સાંસદોની ટિકિટ કાપી

લોકસભાની 2019ની ચૂંટણીમાં ભાજપે અન્ય ત્રણ બેઠકો પર નામોની જાહેરાત કરી છે. જેમાં પોરબંદરમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયાની ટિકિટ કાપી તેમને સ્થાને નવા ઉમેદવાર રમેશ ધ઼ડૂકને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત ભાજપે વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

પંચમહાલથી પ્રતાપસિંહ ચૌહાણની ટિકિટ કપાઈ છે જ્યારે બનાસકાંઠાથી હરિભાઈ ચૌધરીની ટિકિટ કપાઈ છે.

પંચમહાલ બેઠક પરથી રતન સિંહ અને બનાસકાંઠા બેઠક પરથી પરબત પટેલના નામની પસંદગી કરવામાં આવી છે.

અગાઉ ભાજપે આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના 15 ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતા.