જામનગરની રિલાયન્સમાં સાઉદીની કંપની 75 અબજ ડૉલરનું રોકાણ કરશે

Last Modified સોમવાર, 12 ઑગસ્ટ 2019 (15:28 IST)
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ સોમવારે 42મી એજીએમ એટલે કે વાર્ષિક જનરલ મીટિંગમાં એ જાહેરાત કરી કે સાઉદી અરબની જાણીતી કંપની અરામકો આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલના 20 ટકા શેર ખરીદશે. જેનું મૂલ્ય 75 અબજ ડૉલર છે.
મુકેશ અંબાણીએ કહ્યું, ''મને એ જાહેરાત કરતાં ઘણી ખુશી થાય છે કે રિલાયન્સના ઇતિહાસમાં સૌથી મોટા વિદેશ રોકાણને લઈને સહમતી સધાઈ છે. રિલાયન્સ અને સાઉદીની અરામકો લાંબા સમય પછી ભાગીદારી માટે સંમત થઈ છે.''
આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલનો કારોબાર પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુનો છે. જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દુનિયાની સૌથી મોટી રિફાઇનરી છે, જેની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિન 14 લાખ બેરલ છે.
અંબાણીએ કહ્યું કે અરામકો પાંચ લાખ બેરલ તેલ દરરોજ રિલાયન્સ કંપનીની જામનગર રિફાઇનરીમાં મોકલશે. કહેવાય છે કે આ ભારતની વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ છે.

આ પણ વાંચો :