સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Updated : સોમવાર, 20 મે 2019 (15:55 IST)

જામનગર લોકસભા ચૂંટણી 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  પૂનમ માડમ (ભાજપ)   મૂળુભાઈ કંડોરિયા  (કોંગ્રેસ) 
 
જામનગરમાં હવાઈદળ, નૌકાદળ તથા સેનાના મથક.  જામનગર (નંબર 12) બેઠક ઉપરથી ભાજપે પૂનમબહેન માડમને રિપીટ કર્યાં છે, જ્યારે કૉંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે. લોકસભાની સાથે જામનગર ગ્રામીણની બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે. કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થઈ હતી.
 
ભાજપે આ બેઠક ઉપરથી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તેમની સામે જયંતીભાઈ સભાયા છે. જામનગરની બેઠકને 'બૅલવેધર' સીટ માનવામાં આવે છે. ગત પાંચ વખતના ટ્રૅન્ડ જોઈએ તો આ બેઠક ઉપર જે પાર્ટી વિજેતા થાય તે કેન્દ્રમાં સરકાર બનાવે. રિલાયન્સ અને ઍસ્સાર જેવી પેટ્રોલિયમ રિફાઇનરી આવેલી હોવાથી આ જિલ્લાને દેશના 'પેટ્રો-કૅપિટલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. હિંદુઓનાં ચાર પવિત્ર ધામમાંથી એક દ્વારકા આ બેઠક હેઠળ આવે છે.
 
કાલાવડ (SC), જામનગર ગ્રામીણ, જામનગર પૂર્વ, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા,
 
જામનગર ગ્રામીણની બેઠક ઉપર 120045 પુરુષ અને 111543 મહિલા સહિત કુલ 231588 મતદાતા છે.
 
856751 પુરુષ, 799231 મહિલા, 24 અન્ય સહિત કુલ 1656006 મતદાતા આ લોકસભા બેઠક હેઠળ નોંધાયેલા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.