શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. ગુજરાત લોકસભા સીટ 2019
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2019 (17:41 IST)

અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી 2019 - Ahmedabad West Lok Sabha Election 2019

મુખ્ય પ્રતિદ્વંદી -  ડૉ. કિરીટ સોલંકી  (ભાજપ)  રાજુ પરમાર (કોંગ્રેસ) 
 
અમદાવાદની ત્રણ દરવાજા ખરીદી માટે વિખ્યાત. અમદાવાદ પશ્ચિમ (નંબર- 8) બેઠક પર ભાજપના ડૉ. કિરીટ સોલંકી અને રાજુભાઈ પરમાર વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.ભાજપે ડૉ. સોલંકીને રિપીટ કર્યા છે, ગત વખતે કૉંગ્રેસે ઈશ્વર મકવાણાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા. આ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC)ના ઉમેદવારો માટે અનામત છે.
 
કાપડની મીલોને કારણે એક સમયે અમદાવાદ 'માન્ચેસ્ટર' તરીકે ઓળખાતું આ લોકસભા બેઠક હેટળ ઍલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા (SC) બેઠક આવે છે.
 
આ બેઠક ઉપર 851291 પુરુષ, 791404 મહિલા, 25 અન્ય સહિત 1642720 મતદાતા છે.
 
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.