ભરૂચ લોકસભા ચૂંટણી 2019 - Bharuch Lok Sabha Election 2019  
                                       
                  
				  				  
				   
                  				  મુખ્ય પ્રતિદ્વંદી -  મનસુખભાઈ વસાવા  (ભાજપ)   શેરખાન પઠાણ  (કોંગ્રેસ) 
				  										
							
																							
									  
	 
	ભરૂચનું કબીરવડ તેના વિસ્તારને કારણે વિખ્યાત.  1999થી ભરૂચ (નંબર- 23) બેઠક ઉપર વિજેતા મનસુભ વસાવાને ભાજપે આ બેઠક પર રિપીટ કર્યા છે, તેમની સામે કૉંગ્રેસે શેરખાન અબ્દુલ શકુર પઠાણને ઉતાર્યા છે.  કૉંગ્રેસે રાજ્યભરમાંથી જે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે, તે શેરખાન પઠાણ છે.
				  
	 
	આ સિવાય ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોટુભાઈ વસાવાની ઉમેદવારીએ આ બેઠક ઉપર ત્રિપાંખિયા જંગનો ઘાટ ઊભો કર્યો છે. રાજ્યભરમાં આ બેઠક ઉપર સૌથી વધુ મુસ્લિમ મતદાર ધરાવે છે.  વિધાનસભા ચૂંટણી પૂર્વે છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી હતી, જે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	કૉંગ્રેસના અહમદ પટેલ આ બેઠક ઉપરથી 1984માં ચૂંટાયા હતા. ત્યારથી કોઈ મુસ્લિમ ઉમેદવાર ભરૂચ કે ગુજરાતમાંથી ચૂંટાયા નથી. આ લોકસભા બેઠક હેઠળ નર્મદા જિલ્લો આવે છે, જેને પછાત વિસ્તારની ગ્રાન્ટ મળે છે.
				  																		
											
									  
	કરજણ, ડેડિયાપાડા (ST), જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
				  																	
									  
	 
	804547 પુરુષ, 759617 મહિલા તથા 41 અન્ય સહિત કુલ 1564205 મતદાર આ બેઠક ઉપર નોંધાયેલા છે.
	 
	ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે.  અમિત શાહ  જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે.  2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.