રામમંદિર ભૂમિપૂજન : અયોધ્યામાં આજે નરેન્દ્ર મોદીની હાજરીમાં આજે રામમંદિરનુ ભૂમિ પૂજન

modi
Last Modified બુધવાર, 5 ઑગસ્ટ 2020 (09:32 IST)
અયોધ્યામાં આજે માહોલ ઉત્સવનો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતી ભૂમિપૂજન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચી ગયાં છે.

મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના વડા મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને રામમંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ એ પાંચ લોકો જ બિરાજશે એમ કહેવામાં આવી રહ્યું છે.
નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામમંદિરના નિર્માણના ભૂમિપૂજનમાં સામેલ થવા માચે દિલ્હીથી રવાના થયા છે.

વડા પ્રધાને તેમના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર શૅર કરી હતી, જેમાં તેઓ ભારતીય વાયુસેનાના વિમાનમાં સવાર થતાં દેખાઈ રહ્યા છે.

તસવીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત પોશાકમાં દેખાય છે.
રામમંદિરના ભૂમિપૂજન સમારોહનો ભારત માટે શો અર્થ છે?

અયોધ્યામાં કેવો છે માહોલ?

હિંદુઓ માટે શુભ ગણાતાં પીળા રંગથી રસ્તા પરની દુકાનોને રંગવામાં આવી છે અને આખા અયોધ્યામાં લાઉડસ્પીકર પરથી જયશ્રી રામનો અવાજ સંભાળાય છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બનેલું શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

જોકે, ટ્રસ્ટ ઉપરાંત રાજ્ય સરકાર અને અયોધ્યા પ્રશાસન પણ અનેક દિવસોથી કામગીરીમાં લાગેલા છે.
મંગળવારે સવારે હનુમાનગઢીમાં પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ છે. અનેક મંદિરોમાં અખંડ રામાયણ પાઠ ચાલી રહ્યા છે તો સરયૂને કિનારે દીપોત્સવનો પણ બે દિવસનો કાર્યક્રમ છે. અયોધ્યામાં સુરક્ષાવ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

આજે બપોરે 12.30 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરવાના છે. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પહેલી અયોધ્યા મુલાકાત છે.
મસ્જિદ હંમેશાં રહેશે: મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ

આ મામલે ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતાં લખ્યું, "બાબરી મસ્જિદ હતી અને અને હંમેશાં રહેશે."

"હાગિયા સોફિયા આપણી માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે. અન્યાયી, જુલ્મી, શરમજનક રીતે બહુમતને સંતોષતા ચુકાદાથી લીધેલી જમીનથી દરજ્જો નહીં બદલાય."

"દિલગીર થવાની જરૂર નથી. કોઈ પણ સ્થિતિ હંમેશાં માટે રહેતી નથી."
અયોધ્યામાં રામમંદિરના આંદોલનના ભુલાયેલા દસ ચહેરાઓ

નેપાળથી આવશે મહેમાન

આયોજકોનું કહેવું છે કે કોરોના મહામારીની સ્થિતિને જોતાં કાર્યક્રમમાં 175 લોકો જ હાજર રહેશે.

ટ્રસ્ટના સભ્ય ચંપત રાયે પત્રકારપરિષદમાં કહ્યું કે નેપાળના સંત પણ કાર્યક્રમમાં પહોંચશે. તેમણે કહ્યું કે નેપાળનો બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે સંબંધ છે.

આ પણ વાંચો :