શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Modified: બુધવાર, 5 ઑગસ્ટ 2020 (07:54 IST)

રામ જન્મભૂમિ અયોધ્યા વિશે જાણો આ ખાસ 5 વાતો

અયોધ્યા એક વાર ફરી ચર્ચાના કેંદ્રમાં આવી ગઈ છે  અહીં ભવ્ય રામ મંદિર બનાવવા માટે આજે  ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવશે. પીએમ મોદી પણ આ કાર્યક્રમમાં સામેલ થશે. હિન્દુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, અયોધ્યા ખૂબ મહત્વનું શહેર છે, જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. આજે અમે તમને અયોધ્યા સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ તથ્યો જણાવીશું.
 
 
1. હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર, અયોધ્યા પવિત્ર સપ્તપુરીઓમાંથી  એક છે. પવિત્ર સપ્તપુરીઓમાં અયોધ્યા ઉપરાંત મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી, અવંતિકા (ઉજ્જૈની) અને દ્વારકા છે. આ બધા શહેરો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે અયોધ્યા શહેર ભગવાન વિષ્ણુના સુદર્શન  ચક્ર પર વસેલુ છે.
 
2.  ધાર્મિક કથાઓ અનુસાર, ભગવાન વિષ્ણુએ પોતાના રામ અવતાર માટે જમીન પસંદ કરવા માટે બ્રહ્મા, મનુ, વિશ્વકર્મા અને મહર્ષિ વશિષ્ઠને મોકલ્યા હતા. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહર્ષિ વશિષ્ઠ દ્વારા  સરયુ નદીના કિનારે આવેલી અયોધ્યાને પસંદ કરવામાં આવી અને દેવશિલ્પી વિશ્વકર્માએ આ નગરનું નિર્માણ કર્યુ. 
 
3.  એવું પણ કહેવામાં આવે છે કે સૂર્યના પુત્ર વૈવસ્વત મનુ મહારાજે અયોધ્યાની સ્થાપના કરી હતી. રાજા દશરથ અયોધ્યાના 63 મા શાસક હતા. પ્રાચીન ઉલ્લેખ અનુસાર, તે સમયે અયોધ્યાનો વિસ્તાર 96 વર્ગ મિલ હતો. વાલ્મીકિ રામાયણના 5 મા સર્ગમાં અયોધ્યાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
 
4. એવુ પ્રચલિત માન્યતા છે કે  ભગવાન રામ પોતાના ધામમાંથી જતા રહ્યા ત્યારબાદ અયોધ્યા નગરી વીરાન થઈ ગઈ હતી, કારણ કે તેમની સાથે અયોધ્યાના જીવજંતુ પણ ભગવાન રામના ધામમાંથી જતા રહ્યા હતા. 
 
5 - ભગવાન શ્રી રામના પુત્ર કુશે અયોધ્યા શહેર ફરી વસાવ્યું.  ત્યારબાદ સૂર્યવંશની આગામી 44 પેઢીઓ સુધી  અયોધ્યાનું અસ્તિત્વ રહ્યુ.  એવું કહેવામાં આવે છે કે મહાભારતનાં યુદ્ધ પછી, અયોધ્યા ફરી એકવાર વિરાન બની ગયુ હતુ.