શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By સલમાન રાવી|
Last Modified: ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (15:13 IST)

પાકિસ્તાન પાસેથી કઈ મૂર્તિઓ માગી રહ્યા છે વિશ્વ હિંદુ પરિષદના નેતા?

પાકિસ્તાનના દક્ષિણ પંજાબમાં પ્રાંતમાં સ્થિત મુલતાનની એક નિર્માણાધીન કચેરીમાંથી ખજાનો, સિક્કા, પુરાતન વસ્તુઓ અને કથિતપણે કેટલીક મૂર્તિઓ મળ્યા બાદ પરિસરમાં રહેલા 'ભંડારગૃહ'ને સીલ કરી દેવાયું છે અને તે સ્થાને પોલીસબળ તહેનાત કરી દેવાયું છે.
 
લાહોરમાં મોજૂદ બીબીસી સંવાદદાતા તર્હબ અસગર જણાવે છે કે પ્રાપ્ત થયેલી સામાગ્રીઓમાં સિક્કા અને આભૂષણો સિવાય કેટલીક મૂર્તિઓ મળી હોવાની પણ વાત કહેવાઈ રહી છે, પરંતુ એ દાવાઓની પુષ્ટિ નથી કરી શકાઈ.
 
બીજી તરફ, ભારતમાં વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના નેતાઓએ પાકિસ્તાનના હાઈ-કમિશનરને ઔપચારિક પત્ર આપીને 'ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ' સોંપવાની માગ કરી છે.
 
જ્યારે તર્હબ અસગરે મુલતાન જિલ્લા પ્રશાસનના પ્રવક્તા રાણા અખલાક સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મૂર્તિઓની જે તસવીરો મીડિયા પર ચલાવાઈ છે, તે બે વર્ષ પહેલાંની છે, જે પાકિસ્તાનના પુરાતત્ત્વવિભાગ દ્વારા ત્યારે જપ્ત કરાઈ હતી જ્યારે તે થાઇલૅન્ડ સ્મગલ કરાઈ રહી હતી.
 
જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની મૂર્તિ મળ્યાના સમાચાર નથી.
 
 
સામગ્રીની નોંધણી કરતા અધિકારીઓ
 
હાલ જિલ્લા પ્રશાસને ખોદકામના સ્થળેથી મળેલ તમામ સામગ્રીને પોતાના કબજામાં લઈ લીધી છે.
 
પ્રશાસનનું કહેવું છે કે મળી આવેલી પુરાતત્ત્વની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ અને સિક્કા કયા કાળનાં છે, હવે તેની તપાસ પાકિસ્તાનનો પુરાતત્ત્વવિભાગ કરશે.
 
પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ' પ્રમાણે મુલતાનના જિલ્લા પ્રશાસનને મુખ્ય સચિવને અરજી મોકલી છે જેમાં કચેરીના પરિસરમાં ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓની પુરાતત્ત્વ વિભાગ દ્વારા તપાસ કરાવવામાં આવે જેથી એ વાતની ખબર પડી શકે કે મળી આવેલી વસ્તુઓ કયા કાળની છે.
 
તર્હબ અસગર અનુસાર, આ કચેરીપરિસર અંગ્રેજકાળ પહેલાંનું છે અને હવે તેના પુનર્નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું, જે અંતર્ગત અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બનાવવાની વાત હતી.
 
જેના ભાગરૂપે પુરાણી ઇમારતો તોડવામાં આવી રહી હતી અને 'ભંડારગૃહ'નું ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે મજૂરોને આ ખજાનો મળ્યો. આ વાતની સૂચના મુલતાનના જિલ્લા પ્રશાસને મળતાં જ આ વિસ્તારને સીલ કરી દેવાયો.
 
તર્હબે જણાવ્યું કે તેમના સૂત્રોએ તેમને કહ્યું છે કે પ્રાપ્ત થયેલા સિક્કા અંગ્રેજકાળના કે તેના કરતાં પણ પહેલાંના સમયના હોઈ શકે છે. આભૂષણો પણ કયા કાળનાં છે તે પણ હજુ સુધી માલૂમ પડ્યું નથી.
 
એક તરફ મુલતાન પ્રશાસન મૂર્તિઓ ન મળી હોવાની વાત કરી રહ્યું છે, પરંતુ બીજી તરફ, ભારતમાં વિશ્વ હિંદુ પરિષદનો દાવો છે કે ખોદકામ દરમિયાન મૂર્તિઓ મળી આવી છે, જે હિંદુ દેવી-દેવતાઓની પણ હોઈ શકે છે.
 
આ મામલે સંગઠનના એક પ્રતિનિધિમંડળ ભારતમાં પાકિસ્તાનના હાઈ-કમિશનરને એક ઔપચારિક પત્ર સોંપ્યો છે.
 
આ પત્રમાં માગ કરાઈ છે કે પાકિસ્તાન સરકાર ખોદકામ દરમિયાન મળી આવેલ મૂર્તિઓને પાકિસ્તાનમાં રહેલા ભારતના હાઈ કમિશનરને સોંપી દે જેથી ભારત લાવીને તેની પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય.