શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 30 જૂન 2019 (09:39 IST)

IND vs ENG: શું મોહમ્મદ શમી ફરી એક વખત હીરો સાબિત થશે?

વર્લ્ડ કપ 2019માં ભારતનો વિજયરથ વિનાવિઘ્ને આગળ વધી રહ્યો છે. તેમાં અફઘાનિસ્તાન અને વરસાદ જેવા કેટલાક અવરોધો આવ્યા, પરંતુ ભારતીય ટીમના યોદ્ધાઓએ તેને પાર કરી લીધા.
વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ વિન્ડીઝની બૉલિંગ સામે ભારતીય બૅટ્સમૅનોએ સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ તથા જસપ્રિત બુમરાહની ધારદાર બૉલિંગે 143 રનમાં વિન્ડીઝની ઇનિંગને ઑલ-આઉટ કરી દીધી.
ભારતે મૅચ 125 રને જીતી લીધી. વર્લ્ડ કપમાં વિન્ડીઝ સામે આ સૌથી વધુ લીડ ધરાવતો વિજય હતો.
કોહલીએ 82 બૉલમાં 72 રનની રનની ઇનિંગ રમીને ભારતના સ્કોરને સન્માનજનક આંકડા સુધી પહોંચાડ્યો અને તેઓ 'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પસંદ થયા.
વિન્ડીઝ તથા અફઘાનિસ્તાન સામેની મૅચોમાં શમીએ ચાર-ચાર વિકેટ ઝડપીને જ્વલંત પ્રદર્શન કર્યું, પરંતુ 'પ્લેયર ઑફ ધ મૅચ'ના ખિતાબથી ચૂકી ગયા.
આ અંગે સોશિયલ મીડિયા અને ક્રિકેટ ઍક્સપર્ટ્સમાં ચર્ચા પણ થઈ, એવો તર્ક આપવામાં આવ્યો કે બૅટ્સમૅનની સરખામણીમાં બૉલરની ઉપેક્ષા કરવામાં આવે છે અને શમી ખિતાબના હકદાર હતા.
બંને વખતે શમી ભલે અનલકી રહ્યા હોય, પરંતુ તેનાથી નસીબ આડેનું પાંદડું હટી ગયું.