Aries Kidsમેષ રાશિવાળા બાળકોની પર્સનાલિટી એક્ટિવ અને શોર્ટ ટેમ્પર
Aries Kids: મેષ રાશિવાળા બાળકો ખૂબ જ એક્ટિવ હોય છે. કારણ કે તેમના જીવન પર બુધ ગ્રહનો પ્રભાવ વધુ હોય છે. આ બાળકો સવાલ ખૂબ વધુ પૂછે છે. દરેક વસ્તુ પ્રત્યે તેમને અંદર વધુ ક્યુરોસિટી હોય છે. અહી સુધી કે જો રમકડું પણ તેઅમ્ના હાથમાં હશે તો તે તેને ચેક કરશે કે રમકડું કેવી રીતે કામ કરે છે. નિરંતર એક્ટિવ રહે છે. ભલે એ અભ્યાસ હોય કે રમત. હા શોર્ટ ટેમ્પરવાળા હોય છે. મતલબ તેમને ગુસ્સો જલ્દી આવે છે. મેષ રાશિવાળા બાળકો સામાન્ય રીતે સ્વતંત્ર રૂપે રહેવુ પસંદ કરે છે. તેઓ દુ:સાહસિક હોય છે અને રચનાત્મક કાર્યોમાં આગળ થઈને ભાગ લે છે. તેમની અંદર નેતૃત્વના ગુણ ઠૂસી ઠૂસીને ભરવામાં આવ્યા છે. આવા બાળકો ક્લાસમાં સારા મૉનીટર બને છે. રમતમાં ખૂબ સક્રિય રહે છે અને મોટાભાગે તેઓ વિવિધ રમતોમાં એક સાથે સારુ પરફોર્મ કરે છે. મેષ રાશિ બાળકોની દુનિયાથી વધુ મતલબ નથી હોતો. તેઓ પોતાની જ દુનિયામાં વ્યસ્ત રહે છે. માતા પિતાને વધુ પરેશાન નથી કરતા.
તમે તેમને જુદા જુદા પ્રકારની રમત પ્રતિયોગિતાઓ માટે ઉત્સાહવર્ધન કરી શકો છો. સાથે જ સારા પ્રદર્શન પર પ્રોત્સાહિત જરૂર કરો. જો તમારુ બાળક મેષ રાશિનુ છે મલ્ટીટેલેંટેડ છે તો તેનો મતલબ એ નથી કે તમે તેની ઉપર તમારા સપનાને થોપી દો. જો આવુ કર્યુ તો તે વિદ્રોહ પણ કરી શકે છે. તે જે કરી રહ્યા છે તેને કરવા દો. જે કામમાં તેમને રસ છે એમા જ ટેલેંટ શોધો અને સારુ રહેશે કે એ જ દિશામાં તેને તેનુ કેરિયર બનાવવાની તક આપો.