સોમવાર, 29 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 15 સપ્ટેમ્બર 2015 (18:25 IST)

સીટ વહેંચણીથી હુ આશ્ચર્યમાં હતો - ચિરાગ પાસવાન

એનડીએ સીટ વહેંચણી
એનડીએની સીટ શેયરિંગ પછી આજે લોજપા ચિરાગ પાસવાને પ્રેસ કૉન્ફ્રેંસ કરી જેમા તેમણે કહ્યુ કે સીટોની સંખ્યામાં અમે ક્યારેય નથી પડ્યા પણ ગઈકાલે સીટ વહેંચણી પછી અમારી અંદર થોડી નારાજગી હતી.  અમે એક ફોર્મૂલા બનાવ્યો હતો જેના હેઠળ સીટ મળવી જોઈએ. જેને લઈને અમે ચિંતિત હતા. ગઈકાલના સમાચારનુ ખંડન કરતા અમે કહ્યુ કે માંઝી જી ની સીટને લઈને લોજપામાં કોઈ નારાજગી નથી. ગઈકાલે જે મીડિયામાં સમાચાર ચાલી રહ્યા અહ્તા તેનાથી હુ આશ્ચર્યમાં હતો. મીડિયામાં આવી રહેલ સમાચાર ખોટા હતા. અમારે માટે સંખ્યા વધુ મહત્વપુર્ણ નથી.  માંઝી જી અને કુશવાહા જી અમારા ઘરના સભ્યો છે. 
 
તેમણે કહ્યુ કે સીટ વહેંચની હુ હેરાન હતો. જે માહિતી અમને આપવામાં આવી હતી અને જે મીડિયામાં હતી તેમા અંતર હતુ. ચિરાગે કહ્યુ કે અમે ગઈરાતે અમિત શાહને મળ્યા. તેમણે કહ્યુ કે લોજપાની ચિંતાનો અમે ઉકેલ લાવીશુ. હવે અમારી ચિંતા એનડીએને મજબૂત કરવાની છે. 
 
આ પહેલા ભાજપા નેતા ઘર્મેન્દ્ર પ્રધાને આજે લોજપા પ્રમુખ રામવિલાસ પાસવાનની તેમના ઘરે જઈને મુલાકાત કરી. આ મુલાકાત પછી તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે પ્રધાને કહ્યુ કે સીટ વહેંચણીથી પાસવાન નારાજ નથી.  તેઓ દેશના કદાવર નેતા છે.  જે એનડીએની જીત ચોક્કસ કરવા માટે કામ કરી રહ્યા છે. પ્રધાને કહ્યુ કે શુ સમસ્યા છે. અહી કોઈ વિવદ જ નથી. રામ વિલાસજી એક સીનિયર નેતા છે જે એનડીએનો ભાગ છે.