શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 14 સપ્ટેમ્બર 2015 (17:35 IST)

રાહુલની રેલીમાં લાલુ મંચ પર નહી જાય

રાહુલની રેલી
19 સપ્ટેમ્બરના રોજ બિહારના પશ્ચિમ ચંપારણમાં રાહુલ ગાંધીની રેલીમાં નીતીશ કુમાર ભાગ લેશે. પણ લાલૂ પ્રસાદ યાદવ નહી જાય. 
 
19 સપ્ટેમ્બરના રોજ બિહારના પશ્ચિમી ચંપારણમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રેલી થવાની છે. પહેલા સમાચાર આવ્યા હતા કે આ કાર્યક્રમમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી નીતીશ કુમાર અને આરજેડી લાલૂ પ્રસાદ યાદવ ત્રણેય એકસાથે હાજર રહેશે.  પણ હવે એ જાણ થઈ છે કે કાર્યક્રમમાં રાહુલ સાથે નીતીશ કુમાર તો રહેશે પણ લાલૂ પ્રસાદ તેમા નથી જઈ રહ્યા. જો કે આરજેડી તરફથી લાલૂના સ્થાન પર તેમના પુત્ર તેજસ્વી  યાદવ રેલીમાં ભાગ લેશે. 
 
તાજેતરમાં જ એક ટીવી ન્યૂઝના કાર્યક્રમ ઘોષણાપત્રમાં કહ્યુ હતુ કે તેમના પુત્ર તેજસ્વી બિહારની રાજનીતિમાં મોટી ભૂમિકા ભજવશે. તો શુ રેલીમાં રાહુલ અને નીતીશની સાથે તેજસ્વીને મંચ પર મોકલીને લાલૂ પોતાના પુત્રની તેમા મોટી ભૂમિકાના સંકેત આપવા માંગે છે ?