મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બિહાર ચૂંટણી સમાચાર
Written By
Last Modified: પટના. , મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (12:38 IST)

PM બનવા નીકળ્યા હતા, હવે CM પણ નહી રહે નીતીશ - અમિત શાહ

12 ઓક્ટોબરના રોજ બિહારમાં પ્રથમ ચરણનું વોટિંગ છે. બધી પાર્ટીયો પોતાની પુર્ણ તાકત સાથે તાબડતોબ રેલીઓ કરી રહી છે. આજે સાસારામમાં રેલી દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર જોરદાર હુમલો બોલ્યો. શાહે કહ્યુ કે નીતીશ અને લાલુની જોડીએ મળીને બિહાર લૂંટ્યુ છે. 
 
શાહે લાલુ પર હુમલો બોલતા કહ્યુ કે લાલુજીના શાસનમાં લૂટ-ખસોટ, અપહરણ, માર કાપ થઈ પછી નીતીશજીની સરકારને અમે મળીને બનાવી. પણ તેમણે જનાદેશના પીઠ પર વાર કર્યો અને સંબંધ તોડી નાખ્યો. પ્રધાનમંત્રી બનવા માટે ગઠબંધન છોડી દીધુ. હવે મુખ્યમંત્રી પણ નહી રહે. 
 
શાહે આગળ કહ્યુ કે  ખુદ નીતીશ લાલૂના ખોળામાં બેસી ગયા અને ખભા પર જંગલરાજ લઈ લીધુ. અમે બિહાર માટે 1.25 લાખ કરોડ અને 40,000 કરોડનુ જુદુ પેકેજ આપ્યુ છે. પણ નીતીશજી કહે છે કે અમને નથી જોઈતુ. આ પેકેજ નીતીશ-લાલૂ માટે નથી આ 6 કરોડ બિહારી ભારતીયો માટે છે. 
 
શાહે કહ્યુ કે સોનિયા-મનમોહનની 10 વર્ષની કેન્દ્ર સરકારે બિહારને શુ આપ્યુ. બિહારને બાહરી નહી પણ બિહારી નેતા ચલાવશે.  પણ બીજેપીનો બિહારી નેતા ચલાવશે.  નીતીશજી બાહરી બાહરી બરાડી રહ્યા છે તો તમને કોણે ઓળખ આપી. જોર્જ સાહેબ ક્યા છે.  તમે તેમને છોડી દીધા, તમે જેપીને છોડી દીધા. મહાદલિતના પુત્ર માંઝીને છોડી દીધા. બીજેપીને છોડી દીધુ. બિહારની જનતાને છોડી દીધી.