ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (09:11 IST)

સોનગઢમાં પેનલ ઇન્સ્પેક્શન બાદ શિક્ષકોએ સ્કૂલમાં માંસ ખાધું ને વિદ્યાર્થીઓને પણ ખવડાવ્યું

મોગરણ ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ચિતપુર કેન્દ્રની 9 શાળાનું તાલુકા શિક્ષણ અધિકારી સહિત 10 શિક્ષકોની પેનલ ઇન્સ્પેકશન રાખવામાં આવ્યું હતું, અને શાળામાં જ શિક્ષકોએ નોંવેજની પાર્ટી કરી વિદ્યાના મંદિરની ગરિમા ભૂલ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

સમગ્ર હકીકતની જાણ ગામના અગ્રણીઓને પાછળથી થતા શાળામાં દોડી ગયા હતા, અને શાળાના આચાર્યને વિદ્યાના મંદિરમાં માસ-મટન ખાવા બાબતે ખુલાસો પૂછતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.શિક્ષકોએ વિદ્યાનું મંદિરમાં નોનવેજ પાર્ટી કરી, પરંતુ સાથે વિદ્યાર્થીઓને પણ ખવડાવ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે. મોગરણ ગામની શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામીત અને અન્ય બીજા 9 શિક્ષકો મળી 10ની પેનલ બનાવી ગત 9મી એપ્રિલના રોજ ચિત્તપુર કેન્દ્રની 9 શાળાના પેનલ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું. જેમાં નવ શાળાના આચાર્યોને ચોપડા લઈને બોલાવ્યા હતા. આ દિવસે તિથિ પ્રમાણે માતાજીની ચૈત્રી નવરાત્રીની આઠમનો પવિત્ર દિવસ પણ હતો.

શાળામાં ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયા બાદ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું, અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. થોડાક વિદ્યાર્થીઓને શાળામાં ભોજનની વ્યવસ્થા માટે રોકી રાખવામાં આવ્યા હતા. એ પછી શાળામાં હાજર શિક્ષકોએ વિદ્યાનું મંદિર ગણાતું પવિત્ર સ્થળ પર નોનવેજ (માંસ-મટન)ની પાર્ટી માણી હતી, અને સાથો સાથ ત્યાં રોકાયેલા વિદ્યાર્થીઓને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે વિવાદ ઉભો થયો છે.વિદ્યાર્થીઓ થકી ગામના અગ્રણીઓને જાણ થતા શિક્ષકો જ ગરીમા ભૂલ્યા હોવાનું માલુમ થતા જ શાળા ખુલતા જ દોડી ગયા હતાં. અને શાળાના આચાર્યને ગામના અગ્રણી ચુનીલાલ વસાવાએ પૂછપરછ કરતાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં શિક્ષકોને શાળામાં માંસ ખાવાની પરવાનગી કોણે આપી એ અંગે સવાલો ઉઠ્યા છે.