શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 11 નવેમ્બર 2021 (17:32 IST)

સોનગઢમાં બસ ટોલનાકા અથડાઈ, 15ને ઈજા

ગુજરાતના સોનગઢ ખાતેથી એક હ્રદયને હચમચાવી નાખે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે. સોનગઢના માંડલ નાકા પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાનૈયા ભરેલી બસ ટોલનાકા સાથે અથડાઈ હતી, જેથી જાનમાંથી પરત ફરી રહેલા જાનૈયા સહિત ટોલનાકા પર કામ કરતી મહિલા કર્મચારીઓ સહિત 15ને ઈજા પહોંચી હતી, સાથે સાથે અન્ય 14 કર્મચારીઓને પણ ઈજા પહોંચી હતી. આ ગમ્ખાવર અકસ્માતના તમામ દ્વશ્યો CCTVમાં કેદ થયા હતા. બીજી તરફ 4 લોકોને વધુ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
 
બસને પણ ભારે નુકશાન થયું હતું, તો બસમાં મુસાફરી કરનારા જાનૈયાઓમાંથી 15ને પણ ઈજાઓ પોંહચી હતી. અકસ્માતના દ્રશ્યો ટોલનાકાના CCTVમાં કેદ થયા હતા. ટોલબૂથમાં કામકરતી મહિલા કર્મચારી પણ પોતાનો જીવ માંડ માંડ બચાવ્યો હતો. ઘટનાની જાણ પોલીસ કાફલો પણ પહોંચ્યો હતો. અને તપાસ પણ હાથ ધરી હતી.

 
 
મહારાષ્ટ્રના બુરહાનપુરથી જાન પરત ફરી રહી હતી. એ દરમિયાન બસ બેકાબૂ બની હોય એ રીતે ટોલનાકા સાથે અથડાતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઈને ટોલનાકાના કર્મચારીઓને ઈજા પહોંચવાની સાથે ડરનો માહોલ પણ પેદા થયો હતો.