રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ભાજપનુ રાષ્ટ્રીય અધિવેશન
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (18:53 IST)

બહરાઈચ હિંસા - રામ ગોપાલ મિશ્રાની હત્યાના 2 આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર Video

Bahraich violence
ઉત્તરપ્રદેશના બહરાઈચમાં દુર્ગા પૂજાના મૂર્તિ વિસર્જન દરમિયાન હિંસામા યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના એક આરોપી સરફરાજ અને તાલિબનુ એનકાઉંટર કરવામાં આવ્યુ છે.  ઉલ્લેખનીય છે કે રવિવારે બહરાઈચમાં દુર્ગા પૂજાના અવસર પર મૂતિ વસર્જન યાત્રા દરમિયાન સાંપ્રદાયિક હિંસા ભડકતા ગોળી વાગવાથી 22 વર્ષીય યુવક રામ ગોપાલ મિશ્રાની મોત થઈ ગયુ હતુ અને પત્થરમારો અને ગોળીબારીમાં લગભગ છ લોકો ઘાયલ થયા હતા   આ ઘટના બાદ તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. ટોળાએ ઘરો, દુકાનો, શોરૂમ, હોસ્પિટલો, વાહનો વગેરેને આગ ચાંપી દીધી હતી જેના પગલે બહરાઇચ પોલીસે અનેક અજાણ્યા અને કેટલાક નામના વ્યક્તિઓ સામે અનેક FIR નોંધી હતી. પોલીસે આ વિસ્તારમાં દરોડા પાડીને અત્યાર સુધીમાં 55 શકમંદોની ધરપકડ કરી છે.