એક ગઈને બે મળી

નઇ દુનિયા|

IFM
પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને નવોદિત અભિનેત્રી હાલ તો આ જ નિયમનો સામનો કરતી જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ યૂ ટીવીની નિર્માણાધીન ફિલ્મ 'યાહૂ'થી એ અલગ થઈ ગઈ હતી. હવે એ જ યૂટીવીએ તેમની સાથે બે નવી ફિલ્મોનો કરાર કરી લીધો છે. નિ:શબ્દ અને 'ગજિની'માં કામ કરી ચૂકેલી આ નવોદિત અભિનેત્રી જણાવે છે કે યૂટીવીની ઉક્ત ફિલ્મો આ જ વર્ષે શરૂ થવાની છે. આટલુ જ નહી યૂટીવીના સીઓઓ પણ કહે છે કે કેન ઘોષ દ્વારા નિર્દેશિત થનારી ફિલ્મ 'યાહૂ' માંથી જિયાનો અલગ થવાનો નિર્ણય પરસ્પર સમજૂતીથી થયો છે, જેમાં ખુદ જિયાએ ફિલ્મમાંથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. તેમના મુજબ જિયા પ્રતિભાશાળી અને સારી અભિનેત્રી છે. અમે તેમને અમારા બે પ્રોજેક્ટસ માટે સાઈન કરી છે. ખરેખર આ પરિવર્તન ખૂબ જ સુંદર છે.


આ પણ વાંચો :