કેટરીનાની ઈમાનદારી

વેબ દુનિયા|

IFM
'બ્લૂ' ફિલ્મમાં કેટરીનાનો રોલ ફક્ત 440 સેકંડનો છે. એટલે કે 7 મિનિટ અને 20 સેકંડ. કેટરીના નથી ઈચ્છતી કે તેના પ્રશંસક ફિલ્મ જોવા આવે અને નિરાશ થાય. તેથી કેટરીનાએ ફિલ્મના નિર્માતાને વિનંતી કરી છે કે તેઓ દર્શકોને અંધારામાં ન રાખે.

આ ફિલ્મનો પ્રોમો શરૂ થઈ ગયો છે અને કેટરીનાને પણ તેમા મહત્વ આપવામાં આવ્યુ છે. કેટરીનાનુ માનવુ છે કે તેનાથી તેના પ્રશંસકોને ગેરસમજ થઈ શકે છે. કેટરીનાએ પોતાની તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. એ બધાને કહી રહી છે કે 'બ્લૂ'માં એ થોડી મિનિટો માટે સ્ક્રીન પર જોવા મળશે.

પ્રશ્ન એ છે કે તેનો રોલ એટલો મહત્વહીન છે તો તેણે સ્વીકાર્યો કેમ ? કેટરીનાનુ કહેવુ છે કે અક્ષય માટે. અક્ષયે તેને રોલ કરવાનુ કહ્યુ અને એ ના બોલી ન શકી.
છેવટે અક્ષયે આવુ કેમ કર્યુ ? જવાબ છે કેટરીનાનુ તેમના માટે લકી હોવુ. અક્ષયનુ માનવુ છે કે કેટરીનાનુ ફિલ્મમાં હોવુ જ સફળતા માટે ઘણું છે. સતત ફ્લોપ ફિલ્મનો માર ઝીલી રહેલ અક્ષયને સફળતાની ખૂબ જ જરૂર છે.


આ પણ વાંચો :