શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (16:37 IST)

કોમેડિયન Bharti singh પોતાના ગુજરાતી ફિયાંસની આ ટેવથી ખૂબ દુ:ખી છે(see video)

ટીવી દુનિયામાં જેમનુ નામ પ્રખ્યાત છે એ કોમેડિયન ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી. 
પ્રેમ હોય કે પછી સગાઈ ભારતી  ગભરાયા વગર બધાની સામે નિશ્ચિત થઈને આ વાતનો એકરાર કર્યો 
થોડા દિવસ પહેલા સ્ટાર પ્લસના શો નચ બલિએમાં પોતાના ફિયાંસ હર્ષને ભારતીએ ફેંસ સમક્ષ રૂબરૂ પણ કરાવ્યા છે એક તરફ જ્યાં બન્નેની જોડી જોઈને સારું લાગે છે તો બીજી બાજુ ભારતી લગ્ન પહેલા જ હર્ષની એક ટેવથી ખૂબ પરેશાન રહે છે. 
કોમેડિયન ભારતી સિંહનું કહેવું છે કે હર્ષ આમ તો વિશ્વનો સૌથી સારો માણસ છે પણ ક્યારે-ક્યારે એ મને એટલો પરેશાન કરે છે કે પૂછો જ  નહી. કારણ પૂછતા ભારતીએ જણાવ્યું કે હર્ષ એવા ગુજરાતી છે જેને લાગે છે કે વધારે બોલવાથી તેમના બોલ ખર્ચ થઈ જશે તેથી એ બહુ ઓછું બોલે છે. ભારતીનું  કહેવું છે કે હું મારા 
 
ભાવિ પતિ હર્ષથી ખૂબ પરેશાન છું.. કારણ કે હું જ્યારે પચાસ વાર હર્ષને કોઈ વાત પૂછું છું  ત્યારે એ એક શબ્દમાં જ એક વાતનો જવાબ આપે છે અને ઘણી વાર તો  માત્ર મુંડી હલાવીને જ જવાબ આપે છે. 
 
તેને લાગે છે કે વધારે બોલવાથી તેની એનર્જી ઓછી થઈ જશે. એટલુ જ નહી હર્ષને એકલું રહેવું પસંદ છે, કારણકે એ એક રાઈટર છે અને તેમનું માનવું છે કે  એકલા બેસવાથી તેઓ પોતાના કામ પર ફોકસ કરી શકે છે.  જયારે કે મને તેનાથી ઉલટુ  લાગે છે મને લાગે છે કે જયારે હર્ષ મારી આસપાસ હોય છે તો હું મારા કામ વધુ ફોકસ કરી શકું છું. તેના વગર સેટ પર મારું મન લાગતુ નથી.  
 
ઉલ્લેખનીય છે કે કોમેડિયન ભારતી સિંહના મોટાભાગના કોમેડી શો તેમના ભાવિ પતિ હર્ષએ લખ્યા છે.  એ એક સ્ક્રિપ્ટ રાઈટર છે.
જો વીડિયો પસંદ આવ્યું હોય તો લાઈક અને શેયર કરો અને ચેનલને Subscribe કરો..