1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

જીન્નત અમાન ફરી એકવાર ફિલ્મોમાં

P.R
ઘણા કલાકારોની સાથે તેના પર ફિલ્માવેલા ગીત એવા જોડાય જાય છે કે એ જ એમની ઓળખ બની જાય છે. જીનત અમાનની વાત નીકળે તો 'ચુરા લિયા હૈ તુમને જો દિલ કો..' યાદ આવવુ સ્વાભાવિક છે. યાદ આવવી સ્વાભાવિક છે. 'યાદો કી બારાત' નુ ગીત આજે પણ લોકપ્રિય છે.

જીનત અમાન એક ફિલ્મ કરી રહી છે, જેનુ નિર્દેશન કપિલ શર્મા કરી રહ્યા છે. તેમા જીનત એક ગ્લેમરસ માઁ ની ભૂમિકા ભજવી રહી છે. જીનત પર ફિલ્માવેલ આ જાણીતુ ગીતનુ ઝલક એ ફિલ્મમાં પણ જોવા મળશે.

જીનતના લુક પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે અને ગીતમાં ગિટાર પણ હશે. જીનતે પોતાનુ વજન પણ ઓછુ કર્યુ છે અને પાછા ફરવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. ફિલ્મમાં જીનતનો એક મહત્વપૂર્ણ રોલ છે. ફિલ્મમાં એ પોતાના પતિને છોડ્યા પછી કુટુંબને એકલા હાથે સાર-સંભાળ રાખે છે.