1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By નઇ દુનિયા|

'તનુ વેડ્સ મનુ'ને મળી ગઈ કંગના

IFM
તનુ વેડ્સ મનુને છેવટે કંગના મળી ગઈ. હવે કંગના મળી ગઈ છે તો ફિલ્મનુ શૂટિગ પણ જલ્દી શરૂ થઈ જશે. આ ફિલ્મના હીરોની પસંદગી તો ક્યારનીય થઈ ગઈ હતી, પરંતુ હીરોઈનને લઈને સસ્પેંસ યથાવત હતુ. હવે કંગનાએ હિલ્મ સાઈન કરવાની સાથે સાથે એક પ્રકારથી તેની ઔપચારિક જાહેરાત પણ કરી દીધી છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આર.માધવન ભજવી રહ્યા છે.

આ ફિલ્મનુ શૂટિંગ સપ્ટેમ્બર અંત સુધી શરૂ થઈ શકે છે. એક શેડ્યૂલમાં આ ફિલ્મ પૂરી કરવાની યોજના છે. આ યોજના મુજબ ફિલ્મનો મોટાભાગનો ભાગ ઉત્તરી ભારતમાં ફિલ્માવવાની છે.

આ એક લવસ્ટોરી હશે અને એવુ મનાય છે કે કંગના માટે આ એક પરિવર્તનની જેમ હશે, કારણ કે તેમણે અત્યાર સુધી ભારે ભરકમ ભૂમિકાઓ વધુ ભજવી છે.