1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

દીપિકા થઈ મોંઘી

IFM
દીપિકા પાદુકોણની એકમાત્ર ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' રજૂ થઈ છે અને હાલ તે ફિલ્મો કરતા વધુ પોતાના બોય ફ્રેંડને કારણે ચર્ચિત છે. નિહાર પડ્યા, રણબીર કપૂર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ સાથે તેમનુ નામ જોડાઈ ચૂક્યુ છે.

તેમના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો આ સમયે તેઓ વધુ ફિલ્મોમાં કામ કરવામાં વ્યસ્ત નથી, એવુ નથી કે નિર્માતાઓ તેમને સાઈન નથી કરતા, પણ દીપિકા એટલી વધુ રકમ માંગવા માંડી છે કે નિર્માતા ઉંધા પગે પાછા ફરે છે.

એક નિર્માતાનુ કહેવુ છે કે એક ફિલ્મની સફળતા પછી આટલી રકમ માંગવી યોગ્ય નથી. 'ઓમ શાંતિ ઓમ' ફક્ત દીપિકાને કારણે જ હિટ નથી થઈ.

એવુ કહેવાય છે કે શંકર દ્વારા નિર્દેશિત અને રજનીકાંત દ્વારા અભિનીત ફિલ્મ 'રોબો'ને માટે એશ્વર્યા પહેલા દીપિકાને જ લેવામાં આવી રહી હતી, પણ દીપિઅકાએ એશ્વર્યા કરતા પણ વધુ રકમ માઁગી તો નિર્માતાએ દીપિકાને સાઈન કરવાનો વિચાર માંડી વાળ્યો.

દીપિકાએ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પ્રાઈસના ચક્કરમાં તેમનુ બનતુ કેરિયર ક્યાંક બગડી ન જાય.