સની લિયોનીએ યુવકને તમાચો ફટકારી દેતા વિવાદ

Last Updated: ગુરુવાર, 24 માર્ચ 2016 (18:33 IST)

આજે ધુળેટીની ઉજવણી માટે બોલીવુડ અભિનેત્રી સની લિયોની આજે સુરત આવી હતી. એક કાર્યક્રમમાં સુરતી યુવક પર ભડકેલી સનીએ તમાચો ફટકારી દેતા વિવાદ સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે સુરતનો યુવાન પ્રોગ્રામ મેનેજમેન્ટનું કાર્ડ લઇ સની લિયોની સુધી પહોંચી ગયો હતો અને યુવાને સની લિયોનીને અભદ્ર સવાલ પૂછ્યો હતો કે, સની લિયોની હંમેશા નાઈટ શો કરે છે, દિવસના પ્રોગ્રામમાં કઈ રીતે આવ્યા? નાઈટના પ્રોગ્રામનું શું લેશો? આ સાંભળીને સની લિયોની બગડી હતી અને યુવાકને બે તમાચા ફટકારી દીધા હતા.

માધ્યમોના અહેવાલો મુજબ સુરતનો કોઈ યુવાન સની લિયોન પાસે પહોંચી ગયો અને તેણે સનીને અભદ્ર સવાલ પૂછયો હતો કે સની લિયોની હંમેશા નાઈટ શો કરે છે, તો દિવસના કાર્યક્રમમાં કઈ રીતે આવ્યાં? નાઈટ કાર્યક્રમનું શું લેશે? આ સાંભળીને સની લિયોન ભડકી ગઈ હતી અને યુવકને બે તમાચા મારી દીધા હોવાની ચર્ચા છે. અહેવાલો મુજબ આ ઘટના કાર્યક્રમ પહેલા બની હતી. ઘટના બાદ સની કાર્યક્રમમાં પહોંચી હતી.


આ પણ વાંચો :