હેપી બર્થડે આમિર

વેબ દુનિયા|

IFM
14 માર્ચ 2011ના રોજ 46 વર્ષના થઈ રહ્યા છે. મોટાભાગે તેમની ફિલ્મો અને અભિનયની ચર્ચા થતી રહે છે. જન્મદિવસના ખાસ અવસર પર આવો આપણે ચર્ચા કરીએ તેમની લવ સ્ટોરીની.

આમિર પોતાની મરજીના માલિક રહ્યા છે. પોતાના લગ્ન પણ તેમણે પોતાની મરજીથી કર્યા. પોતાના માતા-પિતા, ભાઈ-બહેન, રીનાના માતા-પિતા, ભાઈ-બહેનને કાનોકાન ખબર ન થવા દીધી અને ચૂપચાપ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા. 14 માર્ચ 1986ના રોજ એકવીસ વર્ષના યુવક થયા અને બીજા જ મહિને એપ્રિલમાં તેમણે લગ્ન કરી લીધા.

આ લગ્નના થોડા ઘણા સમાચાર રીનાની બહેનને મળી ગયા હતા. તેણે પોતાના પિતાને બતાવી દેવાની ધમકી આપી. રીનાના પિતા એયર ઈંડિયા મુંબઈના મેનેજર હતા. કોઈ કામે તે કલકત્તા ગયા હતા, તેથી આ રહસ્ય ખુલવામાં સમય લાગ્યો.
આમિર-રીના દત્તાના જ્યારે લગ્ન થયા, ત્યારે રીના સ્ટુડેંટ હતી. તે પોતાના ઘેર રહીને જ સ્કુલ જતી હતી. આમિર પણ પોતાની ફિલ્મ કયામત સે કયામત તકનું શૂટિંગ કરતા રહ્યા. બંને એવી રીતે રહેતા હતા જાણે કશુ થયુ જ નથી.

ગર્લ્સ સ્કુલમાં ભણવાને કારણે આમિરને છોકરીઓમાં વધુ દિલચસ્પી છે. આમિરને એવી છોકરી પસંદ હતી જેની અંદર સેંસ ઓફ હ્યુમર હોય. આમિરની બિલ્ડિંગ પાસે રહેનારી છોકરી રીના મોટાભાગે રમતા-રમતા આમિરને નજીકથી જોયા કરતી હતી અને વાતો કરતી હતી. ક્યારેક આમિર તેને પોતાની ઘરે લઈ જતો. માતા, કાકી, બહેન સાથે મુલાકાત કરાવતો.
રીના સૌને 'સોણી કૂડી' લાગતી રહી. આમિરનું એકસ્ટ્રા એટેંશન આટલુ દૂર સુધી જશે એની કોઈને આશા પણ નહોતી. આમિરના રીના સાથેના લગ્નમાં એક ઘટનાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો.

એક દિવસ રીના એક વંદા પર પ્રયોગ કરી રહી હતી. આમિરે પૂછ્યુ - શુ ખાઈ રહી છે ? રીનાએ જવાબ આપ્યો = 'એક્લેયર. તમને જોઈએ ? આમિરે હા કહીને માથુ હલાવ્યુ, તો રીનાએ તેના હાથમાં વંદો મુકી દીધો. અહીંથી આમિર પોતાનુ દિલ ગુમાવી બેસ્યા અને રીનાની હાથમાં આપી દીધુ.
17 વર્ષ પછી જ્યારે આમિર-રીનાએ જુદા થવાનો નિર્ણય કર્યો ત્યારે બધા ચોંકી ગયા. આમિર-રીનાને તેમના મિત્રોએ સમજાવ્યા. બંનેયે સાથે રહેવાના પ્રયત્નો કર્યા, પણ પરિણામ સકારાત્મક ન આવ્યા. અને છેવટે આ લગ્ન તૂટી ગયા. આમિર અને રીનાને આધાત લાગ્યો અને તેમને આમાંથી બહાર આવવામાં સમય લાગ્યો

અને આમિરની મુલાકાત આશુતોષ ગોવારીકરની ફિલ્મ 'લગાન'ના સેટ પર થઈ હતી. બંનેની મિત્રતા જલ્દી પ્રેમમા બદલાય ગઈ અને ડિસેમ્બર 2005માં બંનેયે લગ્ન કરી લીધા. બંન્નેના વિચાર મળતા એક જેવા છે અને કદાચ તેથી જ તેઓ એકબીજા પ્રત્યે આકર્ષિત થયા. આમિરની પત્ની હોવા છતા કિરણે પોતાની એક જુદી ઓળખ બનાવી. આ વર્ષે રજૂ થયેલી ફિલ્મ 'ધોબી ઘાટ' બોક્સ ઓફિસ પર સફળ થવા ઉપરાંત સમીક્ષકોએ પણ ખૂબ વખાણી.
કિરણ સાથે લગ્ન થવા છતા આમિર પોતાની પહેલી પત્ની રીનાના સંપર્કમાં છે. ખાન પરિવારમાં જ્યારે કોઈ મોટો કાર્યક્રમ હોય છે ત્યારે રીનાને સન્માનપૂર્વક બોલાવવામાં આવે છે. તાજેતરમાં જ રીના ખાનના લગ્નમાં રીનાને બોલાવવા ઉપરાંત કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી.

આવી છે પરફેક્ટનિસ્ટ આમિર ખાનની પ્રેમકહાની... આમિરને તેમના જન્મદિવસની શુભેચ્છા....


આ પણ વાંચો :