હેપી બર્થડે સોનમ

વેબ દુનિયા|
IFM

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂરની પુત્રી અને ફિલ્મ 'સાવરિયા' દ્વારા 2007માં પોતાના કેરિયરની શરૂઆત કરનાર આજે મતલબ 9 જૂનના રોજ પોતાનો 26મો જન્મદિવસ મનાવી રહી છે. સોનમનો જન્મ 1985માં મુંબઈમાં થયો છે.

એક અભિનેત્રીના રૂપમાં પોતાના કેરિયરની શરૂઆત કરતા પહેલા સોનમ કપૂર સંજય લીલા ભંસાલીની સાથે વર્ષ 2005માં ફિલ્મ 'બ્લેક'ના સહાયક તરીકે કામ કરી ચુકી છે.
સોનમની ફિલ્મો 'સાવરિયા', 'દિલ્લી -6', 'આયેશા' થેંક્યુ, વગેરે ભલે બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હોય પરંતુ આ ફિલ્મોમાં તેમના અભિનયની પ્રશંસા થઈ હતી. જો કે સોનમની પ્રથમ કોમર્શિયલ ફિલ્મ ઈમરાન ખાન સાથે વર્ષ 2010માં આવેલ 'આઈ હેટ લવ સ્ટોરી' હતી.

ફિલ્મો ઉપરાંત સોનમ જાહેરાતોની દુનિયામાં પણ પ્રથમ પસંદગી બનેલ છે. સોનમ ઘણા ઉત્પાદોની છે અને તાજેતરમાં જ સોનમને 'ઈંડિયા ઈંટરનેશનલ જ્વેલરી વીક'ના બીજા સંસ્કરણમાં બ્રાંડ એમ્બેસેડર તરીકે પસંદગી પામી છે. આ ઉપરાંત સોનમ આ વખતે 'કાન સમારંભ'માં પણ ભાગ લીધો હતો.
સોનમની આગામી ફિલ્મ 'મોસમ' છે જેમા શાહિદ કપૂર તેમના હીરો છે. આ ફિલ્મનુ નિર્દેશન શાહિદના ફિતા પંકજ કપૂર કરી રહ્યા છે.


આ પણ વાંચો :