શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 10 ઑગસ્ટ 2019 (08:16 IST)

#NationalFilmAwards - બેસ્ટ હિન્દી ફિલ્મ 'અંધાધુન' અને બેસ્ટ ગુજરાતી ફિલ્મ 'રેવા'ને બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર

66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની ઘોષણા શાસ્ત્રી ભવન ખાતે કરવામાં આવી હતી  જેમાં 23 નોન ફીચર ફિલ્મ અને 31 ફીચર ફિલ્મ શ્રેણી માટેનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નર્મદાકિનારાના લોકોનાં જીવન અને નર્મદા પરિક્રમાના મહત્ત્વ સાથે ત્યાંની સામાજિક-ભૌગોલિક સ્થિતિ દર્શાવતી ફિલ્મ 'રેવા'ને ગુજરાતી ભાષામાં બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જાહેર કરાયો છે. જ્યારે ગુજરાતી ફિલ્મ 'હેલારો'ને બેસ્ટ ફીચર-ફિલ્મ તેમજ સ્પેશિયલ જ્યૂરીનો પુરસ્કાર એનાયત કરાયો છે.
 
66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓ
 
બેસ્ટ હિન્દી ફિલ્મ- આયુષ્માન ખુરાનાની 'અંધાધુન'. આ ફિલ્મમાં તબ્બૂ અને રાધિકા આફ્ટે લિડ રોલમાં છે
 
બેસ્ટ ગુજરાતી ફિલ્મ- મોનલ ગજ્જર અને ચેતન ધાનાણી સ્ટાર 'રેવા'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
બેસ્ટ એક્ટરનો એવોર્ડ-  વિક્કી કૌશલને 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ, આયુષ્માન ખુરાનાને 'બધાઇ હો' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ
 
બેસ્ટ પોપ્યુલર ફિલ્મ- આયુષ્માન ખુરાના, નિના ગુપ્તા, સુરેખા શિકરી, ગજરાજ રાવ અને સનાયા મલ્હોત્રાની 'બધાઇ હો'ને બેસ્ટ પોપ્યુલર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.
 
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ- 'બધાઇ હો' ફિલ્મનાં દાદી સુરેખા શિકરીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો.
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ- મરાઠી ફિલ્મ 'ચુંબક'નાં એક્ટર શ્વનંદા કિરકિરેને બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો
 
બેસ્ટ કોરિયોગ્રાફી- દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂરની ફિલ્મ 'પદ્માવત'એ 'ધૂમર' સોન્ગ માટે જીત્યો
 
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટર- આ એવોર્ડ ડિરેક્ટર સંજય લીલા ભણસાળીએ પોતાનાં નામે કર્યો
 
બેસ્ટ પ્લેબેક - બેસ્ટ પ્લેબેકને નેશનલ એવોર્ડ અરિજીત સિંહે જીત્યો. તેણે આ ફિલ્મ 'પદ્માવત'નાં સોન્ગ બીતે દિનમાટે મળ્યો.