બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2022 (14:18 IST)

Ira Khan- આમિર ખાનની દીકરી આઈરાએ નુપુર શિખરે પ્રપોઝ કરીને પહેરાવી વીંટી, બધાની સામે કર્યો Kiss

બૉલીવુડમાં મિસ્ટર પરફેકનિસ્ટ કહેવાતા એક્ટર આમિર ખાન (Aamir Khan)ની દીકરી આઈરા ખાન  (Ira Khan) સોશિયલ મીડિયા પર હમેશા તેમના ફોટા અને વીડિયો શેર કરે છે. આયરાના ફોટા અને વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. આયરા તેના અંગત જીવન સાથે જોડાયેલી પોસ્ટ પણ કરે છે અને આ દરમિયાન તેના ફેન્સ માટે એક સારા સમાચાર છે. આયરાએ તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ કરી લીધી હોવાના અહેવાલ છે. આયરાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો બોયફ્રેન્ડ તેને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં અને રિંગ પહેરાવીને પ્રપોઝ કરી રહ્યો છે.
 
આઈરાનો વીડિયો વાયરલ 
હકીકતમાં આઈરાએ તેમના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યિ છે. આ આ વીડિયો કોઈ સ્પોર્ટ્સ ઈવેન્ટનો લાગે છે, જ્યાં નૂપુર આવે છે અને બધાની સામે ઘૂંટણ પર બેસીને આયરાને પ્રપોઝ કરે છે. જ્યારે આયરા હા કહે છે, ત્યારે નૂપુર તેને રિંગ પહેરાવે છે અને તે પછી બંને કિસ કરે છે. આયરા અને નૂપુરનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સની સાથે-સાથે સેલેબ્સ દ્વારા પણ તેને પસંદ કરવામાં આવી રહ્યો છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)