સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (15:04 IST)

આમિર ખાને ઓફિસમાં કરી કળશ સ્થાપના, હિન્દુ બોલ્યા પાખંડી તો મુસલમાનોએ ગાળો આપી

aamir khan
આમિર ખાનની કળશ પૂજા - બોલીવુડ એક્ટર આમિર ખાન એકદમ જ બદલાયેલા રૂપમાં જોવા મળ્યા.  Aamir Khan  અને તેમની એક્સ વાઈફ કિરણ રાવ (Kiran Rao) એ પોતાની ઓફિસમાં હિન્દુ રીતિરિવાજથી કળશની સ્થાપના કરી. આ દરમિયાન આમિર માથા પર તિલક લગાવેલ જોવા મળ્યા. બંને સેલેબ્સની પૂજા કરતી તસ્વીરો લાલ સિંહ ચઢ્ઢાના નિર્દેશક અદ્વૈત ચંદને શેયર કરી. 
 
આમિર ખાને હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કરી પૂજા
 
આમિર ખાનને પૂજા કરતા જોઈને ઘણા લોકો ખુશ થઈ ગયા હતા, જ્યારે ઘણા લોકોએ તેને પબ્લિસિટી સ્ટંટ અને દંભ ગણાવ્યો હતો. તો કેટલાક લોકો એવા હતા જેમને આમિર ખાન દ્વારા આ રીતે હિન્દુની જેમ કળશ સ્થાપના કરવી પોતાના ધર્મના વિરુદ્ધ લાગ્યુ.  આમિર ખાન પૂજા કરતી વખતે નેહરૂ ટોપી પહેર ઈને માથામાં ટિકલ અને જીંસ ટી શર્ટમાં જોવા મળ્યા.  આ દરમિયાન લોકોએ તેમને શક્તિ કપૂર જેવુ લુક કોપી કરવાનો આરોપ લગાવ્યો. 

 
લાલ  સિંહ ચઢ્ઢાના ફ્લોપ થવા પર હિન્દુ બન્યા આમિર 
 
ઉલ્લેખનીય છે કે આમિર ખાનની મોટી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને હિન્દુઓએ બૉયકોટ કરી હતી. કારણ કે તેમણે પોતાની અગાઉની ફિલ્મમાં હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવી હતી. લોકોનુ કહેવુ છે કે હવે આમિર જાણી જોઈએન ખુદને હિન્દુ બતાવવા માટે આવા પબ્લિસિટી સ્ટંટ કરી રહ્યા છે. જેથી પબ્લિક તેમને જોઈને એ વિચાર કે આમિર ખાન હિન્દુઓની જેમ પૂજા પાઠમાં વિશ્વાસ કરે છે. 
 
મુસ્લિમ સમાજના લોકોએ કહ્યુ તમે મુસલમા નથી 
 
આમિર ખાનની પૂજા કરવાની તસ્વીરો સામે આવી તો  મુસ્લિમ સમાજના લોકોએ તેમને ગાળો આપવી શરૂ કરી દીધુ.  કેટલાકે કહ્યુ કે આમિરને તેમના કર્યાની સજા જહન્નમમાં મળશે.  તો કેટલાકે કહ્યુ કે આમિર ખાન મુસલમાન નથી. તો કેટલાક એવા પણ હતા જેઓ આમિર ખાનની મોતની પ્રાર્થના કરી રહ્યા હતા.