શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 17 માર્ચ 2024 (15:56 IST)

સલમાનના શોમાં અભિનત્રી કરશે તલાકનુ એલાન!

Actress will announce divorce in Salman's show
Bigg Boss 18- હવે સલમાનના શોમાં આ અભિનેત્રી છૂટાછેડાની જાહેરાત કરશે? દલજીત કૌર પ્રખ્યાત ટીવી  અભિનેત્રીઓમાંની એક છે.
 
ફેમસ ટીવી એક્ટ્રેસ દલજૌત કૌર તેની પ્રોફેશનલ લાઈફ કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારોમાં રહે છે. બિઝનેસમેન નિખિલ પટેલ સાથેના બીજા લગ્ન બાદથી દલજીત સમાચારમાં છે. પરંતુ બીજા લગ્નના થોડા સમય બાદ જ દલજીત અને નિખિલના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા.
 
હાલમાં જ સમાચાર આવ્યા હતા કે દલજીત અને નિખિલ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. સાથે જ એકબીજા સાથેની તમામ પોસ્ટ ડિલીટ કરી. પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું નથી. પરંતુ હવે દલજીતને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, દલજીત ફરી એકવાર સલમાન ખાનના શો બિગ બોસ 18માં ભાગ લઈ શકે છે.