બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: બુધવાર, 31 જાન્યુઆરી 2024 (17:09 IST)

બિગ બોસ અભિનેત્રી પર બળાત્કાર

બિગ બોસ 11મા જોવા મળેલ ફિમેલ કંટેસ્ટેંટએ પોતાના મિત્ર પર મોટો આરોપ લગવ્યો છે. અભિનેત્રી અને મોડલના રૂપમાં ઈંડસ્ટ્રીમાં એક્ટિવ પીડિતાનુ કહેવુ છે કે તેમના મિત્રએ તેમને ફ્લેટ પર બોલાવીને તેનો રેપ કર્યો છે. પોલીસ મુજબ પીડિતાએ સાઉથ દિલ્હી પોલીસ મુજબ પીડિતાએ સાઉથ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેના આધાર પર પોલીસે FIR નોંધી લીધી છે અને મામલાની તપાસમાં લાગી ગઈ છે.  
 
બિગ બોસની સીઝન 11 માં આ કંટેસ્ટેંટએ ખૂબ લાઈમલાઈટ મેળવી હતી. તેને ઘરમાં પોતાની લડાઈ અને હોસ્ટ સલમાન સાથે મસ્તીભરી વાતોથી ચર્ચામાં આવી હતી. શો પહેલા પણ અનેકવાર આ કંટેસ્ટેંટનુ નામ વિવાદોમાં રહ્યુ હતુ. જો કે શો પછી તેને વધુ ફેમ મળી નહોતી પણ હવે એકવાર ફરી તે ચર્ચામાં આવી છે. 
 
 બિગ બોસ 17ની થઈ રહી છે ચર્ચા 
 ટીવી શો બિગ બોસની વાત કરીએ તો, તેની સીઝન 17ની ફિનાલે 27 જાન્યુઆરી, રવિવારના રોજ યોજાઈ હતી. આવી સ્થિતિમાં આ શોની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે, તેના પતિ વિકી જૈન, પ્રિયંકા ચોપરાની કઝીન મનારા ચોપરા, ઈશા માલવીયા, અભિષેક કુમાર, કોમેડિયન મુનાવર ફારૂકી અને યુટ્યુબર અરુણ મહાશેટ્ટીએ બિગ બોસ 17માં ભાગ લીધો હતો.
 
શોમાં દરેકે પોતપોતાની રીતે રમત રમી હતી. જોકે મુનવ્વર, અંકિતા, અભિષેક, મનારા અને અરુણ ટોપ 5માં પહોંચ્યા હતા. કોમેડિયન મુનાવર ફારૂકી આ શોના વિજેતા બન્યા હતા. તેની જીત બાદ કોમેડિયનના ફેન્સ સોશિયલ મીડિયા પર જશ્ન મનાવી રહ્યા છે. મુનવ્વરનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈના ડોંગરીમાં તેની બિગ બોસ 17ની ટ્રોફી હાથમાં લઈને ઉભો જોઈ શકાય છે. તેની આસપાસ હજારો ચાહકોની ભીડ છે.