રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (16:01 IST)

કરીના-અમૃતા પછી હવે અનિલ કપૂર અને સલમાન ખાનના પરિવારમાં થઈ કોરોનાની એંટ્રી

લાંબા સમય પછી લોકોને ફરી સામાન્ય જીવન શરૂ કરી દીધુ છે. પણ કોરોના વાયરસ(Corona Virus) ખતરો હજુ ટળ્યો નથી. આવી સ્થિતિમાં, આ રોગચાળો ફરીથી ફેલાવા લાગ્યો છે. સોમવારે જ કરીના કપૂર ખાન અને અમૃતા અરોરાના કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. હવે તેમના પછી વધુ બે સેલિબ્રિટી પણ આ મહામારીની ઝપેટમાં આવી છે.
 
મહિપ કપૂર અને સીમા ખાનનો રિપોર્ટ પોઝિટિવ
ખરેખર, તાજેતરના મીડિયા અહેવાલો અનુસાર, અભિનેતા સંજય કપૂરની પત્ની મહિપ કપૂર પણ કોરોના પોઝિટિવ આવી છે. તેની સાથે સોહેલ ખાનની પત્ની સીમા ખાનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
 
તમને જણાવી દઈએ કે આ ચારેય સેલિબ્રિટી ઈન્ડસ્ટ્રીમાં ગર્લ ગેંગ પાર્ટી માટે ખૂબ જ ફેમસ છે. હવે મહિપ અને સીમાના અહેવાલોએ ફિલ્મી હસ્તીઓને પણ પરેશાન કરી દીધા છે.