1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 14 ડિસેમ્બર 2019 (17:19 IST)

Twinkle Khanna નુ દિલ જીતી ગયુ Akshay Kumar નુ આ ગિફ્ટ, પણ કરીનાને બિલકુલ ન ગમ્યુ

Twinkle Khanna
. ટ્વિંકલ ખન્નાને તેના પતિ અને બોલીવુડ અભિનેતા અક્ષય કુમારે એક એવી ભેટ આપી છે જે તેમના દિલને સ્પર્શી ગઈ.  જી હા અક્ષય કુમાર જો કે આજકાલ પોતાની આવનારી ફિલ્મ ગુડ ન્યુઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. અહી તેમણે એક એવી વસ્તુ જોઈએ જે કદાચ પહેલા તેમની સહ કલાકાર કરીના કપૂરને બતાવાઈ. પણ તેને તે ભેટ ખાસ કમી નહી.  પણ અક્ષય કુમારને વિશ્વાસ હતો કે તેમની પત્ની ટ્વિંકલ ખન્નાને આ ભેટ જરૂર ગમશે.  પછી શુ હતુ બોલીવુડ કલાકાર તેને ભેટ સ્વરૂપે પોતાની પત્ની પાસે લઈ ગયા. 
 
ટ્વિંકલ ખન્ના આજકાલ ડુંગળીની વધેલી કિમંતોને લઈને અનેકવાર વાત કરી ચુકી છે. આવામાં જ્યારે પોતાની ફિલ્મ ગુડ ન્યુઝના પ્રમોશન માટે અક્ષય કપિલ શર્માના શો પર પહોંચ્યા તો ત્યા તેમને ડુંગળીવાળા ઝુમકા જોવા મળ્યા તો તેઓ તેને ટ્વિંકલ ખન્ના માટે લઈ ગયા. 
અક્ષય કુમાર આ ભેટ લઈને ટ્વિંકલ ખન્ના પાસે ગયા તો તેને આ સારુ લાગ્યુ.  આ તસ્વીરને શેયર કરતા ટ્વિંકલ ખન્નાએ કેપ્શનમાં લખ્યુ મારા પાર્ટનર ધ કપિલ શર્મા શો માં પરફોર્મ કરી પરત આવ્યા અને તેમણે કહ્યુ, આ  ઝુમકા ત્યા તેમણે કરીનાને બતાવ્યા હતા. મને લાગે છે કે  તે વધુ પ્રભાવિત ન થઈ પણ મને ખબર હતી કે તમને આ પસંદ પડશે. તેથી આ તમારે માટે લાઈ આવ્યો. આ કેપ્શનમાં આગળ પોતાની ભાવનાઓ બતાવતા ટ્વિકલ ખન્નાએ લખ્યુ છે અનેકવાર નાનકડી વસ્તુઓ પણ તમારુ દિલ સ્પર્શી લે છે.