ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (14:02 IST)

મંદીના સમયમાં ગુડ ન્યુઝ - આ વર્ષે ભારતમાં 1200 એંજિનિયરોની ભરતી કરશે Samsung

અર્થવ્યવસ્થામાં સુસ્તી અને નોકરીઓમાં છંટનીના સમયમાં સૈમસંગ ઈંડિયાએ સારા સમાચાર આપી છે. સૈમસંગ ઈંડિયાએ કહ્યુ છે કે તે આઈઆઈટી અને બિટ્સ પિલાની જેવા ટોચના સંસ્થાનોના 1200થી વધુ એંજિન્યરને આ વર્ષે નોકરી આપવાની તૈયારી કરી રહી છે. 
 
અર્થવ્યવસ્થામાં સુસ્તી અને નોકરીઓમાં છંટણીના સમયમાં સૈમસંગ ઈંડિયાએ સારા સમાચાર આપ્યા છે. સૈમસંગ ઈંડિયાએ કહ્યુ છે કે તે આઈઆઈટી અને બિટ્સ પિલાની જેવા ટોચના સંસ્થાનોના 1200થી વધુ એંજિનિયરોને આ વર્ષે નોકરી આપવાની તૈયારી કરી રહ્યુ છે. 
 
સૈમસંગ ઈંડિયા આ પ્રયાસ એ માટે કરી રહી છે જેથી એક મજબૂત અનુસંધાન અને વિકાસ પુલ બનાવી શકાય અને ઘરેલુ અને વૈશ્વિક બંને બજારો માટે મેક ઈન ઈંડિયા ઉત્પાદ તૈયાર થઈ શકે.  ભારતમાં આરજેડી માટે સૈમસંગે 2500 એંજિનિયરોને નિમણૂક કરવાની પ્રતિબદ્ધતા બતાવી છે અને જેના હેઠળ કંપની આ ભરતી કરવા જઈ રહી છે. 
 
કયા ક્ષેત્રમાં મળશે નોકરી 
 
દક્ષિણ કોરિયાઈ દિગ્ગજ કંપનીએ ગયા વર્ષે આઈઆઈટી એનઆઈટી અને આઈઆઈઆઈટી સહિત ટોચના એજિનિયરિંગ કોલેજોમાંથી એક હજાર એંજિનિયરોને નોકરી આપી હતી. જેના હેઠળ આર્ટિફિશિયલ ઈટેલિજેંસ (એઆઈ), ઈંટરનેટ ઓફ થિમ્સ(આઈઓટી), મશીન લર્નિંગ (એમએલ), બાયોમેટ્રિક્સ, ન્યુટ્રલ લૈગ્વેજ પ્રોસેસિંગ (એનએલપી), સવર્ધિત વાસ્તવિક્તા (એઆર) અને 5 જી સહિત નેટવર્ક પર કામ કરવા જેવા નવા યુગના ડોમેનને જોર આપી રહ્યા છે. 
 
શુ છે કંપનીની યોજના 
 
સૈમસંગ ઈંડિયા દેશમાં ત્રણ આરએડી કેન્દ્ર છે જે બેગ્લુરૂ, નોએડા અને દિલ્હીમાં સ્થિત છે. સૈમસંગ ઈંડિયાના એચઆર પ્રમુખ સમીર વઘાવને ન્યુઝ એજંસી આઈએએનએસને જણાવ્યુ, ડિસેમ્બર 2017માં અમે 2020 સુધી ભારતમાં 2500 એંજિનિયરોની નિમણૂક કરવા માટે પ્રતિબદ્દ છીએ. અમે 2018મમાં એક હજાર એંજિનિયરોને કામ પર રાખ્યા અને 2019મા 1200 થી  અધિક એંજિનિયરોને પણ કામ લેવા માટે તૈયાર છે. સૈમસંગ ઈંડિયા પોતાની આ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા માટે સારી રીતે ટ્રેક પર છે.