બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 26 ઑક્ટોબર 2023 (09:42 IST)

Raveen Tondon Birthday- આ કારણે અક્ષય કુમારે રવિના સાથેની પોતાની સગાઈ છુપાવી હતી, બ્રેકઅપ બાદ અભિનેત્રીએ જ કર્યો ખુલાસો

Akshay Kumar Raveena Tandon Break Up: અક્ષય કુમાર અને રવિના ટંડને ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.તેમની જોડી માત્ર મોટા પડદા પર જ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં પણ સુપરહિટ રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર અને રવિના ટંડન 'મેં ખિલાડી તુ અનારી', 'મોહરા' અને 'ખિલાડીઓ કા ખિલાડી' જેવી ફિલ્મોના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. તેમના અફેરની વાતો આખી ઈન્ડસ્ટ્રીમાં ફેમસ થઈ ગઈ હતી. રવિના ટંડન અને અક્ષય કુમારે પણ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી.
 
અક્ષય-રવીનાએ સગાઈ કરી હતી પરંતુ આ વાત છુપાવી હતી
અક્ષય કુમાર અને રવિના ટંડને ગુપ્ત રીતે સગાઈ કરી લીધી. જોકે, બંનેએ આ વાતને ઘણા સમયથી છુપાવી રાખી હતી. અક્ષય કુમાર સાથેના તેના બ્રેકઅપ પછી આપેલા એક ઇન્ટરવ્યુમાં, રવિના ટંડને સ્વીકાર્યું હતું કે તેણે અભિનેતા સાથે સગાઈ કરી હતી પરંતુ તે જાણી જોઈને ગુપ્ત રાખવામાં આવી હતી. રવીના અનુસાર, અક્ષય કુમાર તે સમયે તેની કારકિર્દીની ટોચ પર હતો અને તેની ઘણી બધી મહિલા ચાહકો હતી, તેથી અક્ષયને ડર હતો કે જો તેની સગાઈના સમાચાર બહાર આવશે તો તેની સીધી અસર તેની કારકિર્દી પર પડી શકે છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અક્ષય કુમાર અને રવિના ટંડનના બ્રેકઅપનું કારણ અભિનેતાની બેવફાઈ હોવાનું કહેવાય છે. કહેવાય છે કે અક્ષયે રવીના ટંડન સાથે છેતરપિંડી કરી હતી અને જ્યા