મંગળવાર, 1 જુલાઈ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 26 ઑક્ટોબર 2024 (11:33 IST)

'મેરે ઢોલના સુન' ગીત પર માધુરી સાથે ડાંસ કરતા પડી વિદ્યા બાલન, છતા સ્માર્ટ રીતે ચાલુ રાખ્યો ડાંસ, જુઓ વીડિયો

vidya balan
vidya balan
 'ભૂલ ભૂલૈયા 3' નુ ગીત આમી જે તોમાર 3.0 રજુ થઈ ગયુ છે. તાજેતરમાં જ ગીતની લોંચ ઈવેંટ રાખવામાં આવી હતી, જ્યા વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે સ્ટેજ પર લાઈવ પરફોર્મેંસ આપ્યુ. આ ઈવેંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમા અભિનેત્રીઓને એક બીજાને કાંટાની ટક્કર આપતી  જોઈ શકાય છે 
'ભૂલ ભુલૈયા 3'ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી સાથે, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત પણ આ ફિલ્મનો એક ભાગ છે અને તેની સાથે 'આમી જે તોમર' પણ હોરર-કોમેડીનો ભાગ હશે. આ ગીત ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં પણ હતું. હાલમાં જ 'આમી જે તોમર 3.O' રિલીઝ થયુ છે. શુક્રવારે મુંબઈમાં આ ગીતની લોન્ચિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતે શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. માધુરી અને વિદ્યાના પરફોર્મન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
 
બગડી ગયુ વિદ્યા બાલનનુ સંતુલન 
ઉલ્લેખનીય છે કે આમી જે તોમાર 3.0 પર ડાંસ કરતા-કરતા વિદ્યા બાલનનુ સંતુલન બગડી ગયુ અને તે સ્ટેજ પર જ પડી ગઈ. આ સમગ્ર સિચ્યુએશનને વિદ્યા બાલને ખૂબ જ ગ્રેસફુલી હેંડલ કરી અને બેસ્યા બેસ્યા જ પોતાનુ પરફોર્મેંસ ચાલુ રાખ્યુ. સોશિયલ મીડિયા પર યૂઝર વિદ્યા બાલનના વખાણ કરતા થાકતા નથી. જે રીતે વિદ્યાએ આ સમગ્ર પરિસ્થિતિને સાચવી લીધી અને તેમના ચેહરાના ભાવ જરા પણ બદલાયા નહી એ જોઈને લોકો તેમના કાયલ થઈ ગયા. 

 
વિદ્યા બાલનની થઈ રહી છે પ્રશંસા  
વીડિયો પર કોમેન્ટ કરતી વખતે યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. લોકોનું કહેવું છે કે વિદ્યા બાલને આ સમગ્ર પરિસ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- 'આ રીતે તમે ઠોકરને પાવર મૂવમાં ફેરવો છો.' બીજાએ લખ્યું- 'તેણીએ તેને ખૂબ જ સુંદર રીતે સંભાળ્યું.' અન્ય ઘણા યુઝર્સ છે જેમણે અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરી છે.