મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2019 (16:37 IST)

અનન્યા પાંડે હનીમૂન બેબી છે - બોલી મમ્મી ભાવના પાંડે

ચંકી પાંડે અને ભાવના પાંડેની મોટી પુત્રી અનન્યા પાંડે સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2 દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ 19 મે ના રોજ રજુ થઈ છે. ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા છે. રજુ થતા પહેલા અનન્યાની મમ્મીએ તેને લઈને કેટલાક ખુલાસા કર્યા છે. 
તેણે જણાવ્યુ કે એવી અફવાઓ હતી કે ચંકી સાથે લગ્ન પહેલા જ હુ પ્રેંગનેટ થઈ ગઈ હતી કારણ કે તે અમારી પહેલી એનિવર્સરીના પહેલા જ પૈદા થઈ ગઈ હતી. અનન્યા હનીમૂન બેબી છે. અમારા લગ્ન જાન્યુઆરી 1998માં થયા હતા અને તે ઓક્ટોબરમાં જન્મી હતી. 

લોકો અંદાજ લગાવતા હતા કે હુ લગ્ન પહેલા પ્રેંગનેટ થઈ કે પછી. અમે બંને એકબીજાને જાણવાની કોશિશ કરી રહ્યા હતા ત્યા સુધી તો અમારી વચ્ચે ખૂબસૂરત બેબી આવી ગઈ હતી.  તે અમારી સાથે અમારી પ્રથમ એનિવર્સરીથી છે.
ભાવનાએ આગળ જણાવ્યુ તેમને પોતાની પુત્રી માટે સંસ્કૃત નામ જોઈતુ હતુ તેથી તેમણે તેનુ નામ અનન્યા રાખ્યુ. જેના પર ચંકીએ કહ્યુ - જેનો કોઈ મુકાબલો નથી કરી શકતુ. 
અનન્યાએ જણાવ્યુ કે તેને સ્ટુડેંટ ઓફ ધ ઈયર 2 ના માટે ઓડિશન આપ્ય્હુ હતુ. તેનુ એડમિશન યૂએસની યૂનિવર્સિટી ઑફ સાઉધર્ન કૈલિફોર્નિયામાં થઈ ગયુ હતુ. ત્યારે તેને આ ઓડિશન વિશે જાણ થઈ અને તેને આ ફિલ્મ મળી ગઈ. 
અનન્યાને પોતાની બીજી ફિલ્મ પણ મળી ગઈ છે તે કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ પત્ની ઔર વો ના રિમેકમાં જોવા મળશે.  ઉલ્લેખનીય છે કે અનન્યાએ થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે તેને કાર્તિક સારો લાગે છે અને તે તેનો ક્રશ છે.