સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 29 ડિસેમ્બર 2021 (14:55 IST)

Arjun Kapoor corona positive - કપૂર પરિવારમાં કોરોના બોમ્બ ફૂટયો, અર્જુન કપૂર કોરોના પૉઝિટિવ

કપૂર પરિવારમાં કોરોના બોમ્બ ફૂટયો છે. બોની કપૂરના દીકરા અને એક્ટર અર્જુન કપૂર, અંશુલા કપૂર અને અનિલ કપૂરને દીકઈએ રિયા અને જમાઈ કરણ બુલાનીની રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવી છે. બધાને હોમ ક્વારંટાઈન કર્યુ છે. અર્જુનને વર્ષમાં બીજા વાર કોરોના થયુ છે. તાજેતરમાં અર્જુનને મલાઈકાની સાથે કરિશ્મા કપૂરની ક્રિસમસ પાર્ટીમાં જોવાયુ હતું. અર્જુનએ તેમના સંપર્કમાં આવેલ લોકોથી ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 
 
રણવીર શૌરીનો 10 વર્ષનો પુત્ર કોરોના વાયરસની ઝપેટમાં છે
ભૂતકાળમાં રણવીર શૌરીએ તેના 10 વર્ષના પુત્ર હારૂનને કોરોના પોઝિટિવ હોવાની જાણ કરી હતી. રણવીર શૌરીએ લખ્યું- હું અને મારો પુત્ર હારૂન રજાઓ ગાળવા ગોવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે, અમે મુંબઈની ફ્લાઈટ લેતા પહેલા RT-PCR કરાવ્યું હતું, જેમાં હારુન કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમારા બંનેમાં કોઈ લક્ષણો નથી. આ વાસ્તવિક તરંગ છે. આ સિવાય અભિનેતા નકુલ મહેતા અને અર્જુન બિજલાની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.