શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 16 ડિસેમ્બર 2022 (14:18 IST)

Besharam Rang Controversy દીપિકાના સમર્થનમાં બહાર આવ્યા પ્રકાશ રાજ

Besharam Rang Saffron Bikini Controversy, - શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મના ગીત "બેશરમ રંગ" ને લઈને વિરોધ શરૂ થઈ રહ્યો છે. શાહરૂખની પઠાણ ફિલ્મની અભિનેત્રીએ ભગવા રંગની બિકનીને લઈને કેટલાક લોકોએ વિરોધ કરી રહ્યા છે. આ ગીતના આ સીનને હટાવવાની માંગણી કરી છે. બેશરમ રંગમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ખૂબ બોલ્ડ અવતારમાં નજર આઈ રહી છે. ગીતના કેટલાક સીનમાં એક્ટ્રેસએ નારંગી રંગની બિકની પહેરી છે અને આ પઠાણ માટે મુસીબત બની ગયો છે. 
 
દીપિકાને મળ્યુ પ્રકાશ રાજનુ સપોર્ટ 
દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના આ બોલ્ડ ગીતમાં અભિનેત્રીની ભગવા રંગની બિકીની સામે કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને ગીતમાંથી આ દ્રશ્યો હટાવવાની માંગ કરી હતી. દરમિયાન, અભિનેતા પ્રકાશ રાજે દીપિકા પાદુકોણને ટેકો આપ્યો હતો અને ટ્રોલર્સની પણ ટીકા કરી હતી. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં શાહરૂખ ખાનનું પૂતળું સળગાવતા પઠાણ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ મુદ્દો ઉઠાવતા, પ્રકાશ રાજે ટ્વિટર પર દીપિકા પાદુકોણને તેના બિકીનીના રંગને કારણે ટ્રોલ કરનારાઓને ઠપકો આપ્યો. અહીં જુઓ પ્રકાશ રાજનું ટ્વીટ..