શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 23 નવેમ્બર 2021 (13:39 IST)

બિગ બોસ ફેમ અર્શી ખાનનુ દિલ્હીમાં થયુ એક્સીડેંટ, હોસ્પિટલમાં દાખલ

બિગ બોસ ફેમ અભિનેત્રી અર્શી ખાન (Arshi Khan)ના ફેંસ માટે એક ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે એક કાર એક્સીડેંટમાં તે ઘાયલ થઈ ગઈ છે. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.  રિપોર્ટ્સના મુજબ બતાવાય રહ્યુ છે કે આ એક્સિડેંટ સોમવારે દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં થયુ.  જોકે અર્શી ખતરાથી બહાર છે. તેમના એક્સીડેંટના સમાચાર સાંભળતા જ ફેંસ સોશિયલ મીડિયા પર અર્શીને તેમના હાલ પૂછી રહ્યા છે અને તેમની સલામતીની  પ્રાર્થના કરી રહ્યા છે અને ડોક્ટરોની દેખરેખમાં છે. 
 
અર્શી શૂટિંગના સિલસિલામાં દિલ્હીમાં હતી 
 
મીડિયાની રિપોર્ટ મુજબ જ એ સમયે આ દુર્ઘટના બની એ સમયે અર્શી ખાન પોતાની મર્સિડીઝ કારમાં હતી. અકસ્માત દિલ્હીના માલવીય નગરની પાસે શિવાલિક રોડ પર થયો. આ દરમિયાન તેમનો આસિસ્ટેંટ પણ તેમની સાથે હતો. એવુ કહેવાય રહ્યુ છે કે જેવી કાર અથડાઈ, એયરબેગ ઓપન થઈ ગઈ. જેના કારણે તે ગંભીર રૂપે ઘવાતા બચી ગઈ. જોકે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.  અર્શી શૂટિંગના પ્રર્કિયામાં દિલ્હી ગઈ હતી. 
 
બોલ્ડ ઈમેજને લઈને ચર્ચામાં રહે છે 
 
અર્શી પહેલીવાર 2017માં બિગ બોસના 11મી સીઝનમાં ચર્ચામાં આવી હતી. ત્યારબાદ તે બિગ બોસ 14માં પણ એક ચેલેંજરના રૂપમાં આવી હતી. શો માંથી બહાર આવતા જ અર્શીને નિર્દેશક દુષ્યંત સિંહની ફિલ્મ ત્રાહિમામનો પ્રસ્તાવ મળ્યો હતો.  ફિલ્મમાં તે એક ગામની યુવતીનુ પાત્ર ભજવી રહી છે. ઉલ્લેખનીય છે કે અર્શીની ઈચ્છા પણ બોલીવુડમાં કેરિયર બનાવવાની છે.  અર્શી ખાન વિશ અને સાવિત્રી દેવી કોલેજ એંડ હોસ્પિટલ જેવી ટીવી સીરિયલોમાં જોવા મળી ચુકી છે. તે ટૂંક સમયમાં જ ટીવી પર સ્વયંવર શો 'આયેગે તેરે સજના' મા જોવા મળશે.  કામ ઉપરાંત અર્શી પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ઈમેજ શેયર કરવાને કારણે ચર્ચામાં છવાયેલી રહે છે.