મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (17:29 IST)

Rajinikanthનુ Health Update - જાણો રજનીકાત કેમ થયા હતા હોસ્પિટલમાં દાખલ

સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)ને ગુરુવારે ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, અભિનેતાના હોસ્પિટલમાં દાખલ થવાથી તેમના ફેંસ ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. હવે અભિનેતાની હેલ્થ અપડેટ આવી છે. જાણવા મળ્યુ છે કે રજનીકાંતને ઠીક નહોતુ લાગી રહ્યુ અને તેમને ચક્કર (Giddiness) આવી રહ્યા હતા. તેમનુ સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવ્યુ છે અને ડોક્ટર્સે તેમને કાર્ટોઈડ આર્ટરી રિવાસ્કુલરાઈજેશન (Cartoid Artery revascularisation) કરવાની સલાહ આપી હતી. એવી આશા કરવામાં આવી રહી છે કે થોડાક જ દિવસમાં તેમને  હોસ્પિટલમાંથી રજા મળી જશે. 
 
રજનીકાંતના સ્વાસ્થ્ય અપડેટ વિશે જાણ્યા પછી, હવે ફેંસ રિલેક્શ કરશે, કારણે ગઈકાલ રાતથી તેઓ રજનીકાંતના સારા સ્વસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા અભિનેતાના પરિવારના સભ્યોએ નિવેદન આપ્યું હતું કે અભિનેતાની તબિયત સારી છે અને તેઓ તેને તેમના રૂટિન ચેકઅપ માટે લાવ્યા હતા. 
 
 2 સબ ઈન્સ્પેક્ટર સુરક્ષા માટે અને 4 મહિલા કોન્સ્ટેબલ
 
રજનીકાંતની સુરક્ષા માટે 2 સબ ઈન્સ્પેક્ટર અને 4 મહિલા કોન્સ્ટેબલ  રાખવામાં આવ્યા છે. જે પણ મહેમાન અભિનેતાને મળવા આવી રહ્યા છે, તેઓ તેમની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે અને પછી જ તેમને અંદર મોકલી રહ્યા છે.
 
દાદાસાહેબ એવોર્ડથી સન્માનિત થયા બાદ રજનીકાંતે તેમની જર્નીને યાદ કરી. તેમણે બસ કંડક્ટરથી લઈને એક મહાન અભિનેતા બનવા સુધીની પોતાની યાત્રાને યાદ કરી અને તેમના જૂના મિત્રોનો આભાર માન્યો જેમણે તેમને ફિલ્મ ઉદ્યોગમાં જોડાવવાનું કહ્યું હતું.
 
રજનીકાંત ફિલ્મ
 
રજનીકાંતની છેલ્લી ફિલ્મ દરબાર વર્ષ 2020માં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકો અને સમીક્ષકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હવે રજનીકાંત અન્નાથેમાં જોવા મળવાના છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે જે ખૂબ જ ચર્ચામાં  હતું. ફિલ્મમાં રજનીકાંતના પાત્રનું નામ કાલિયા છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નયનતારા, ખુશ્બુ, મીના, કીર્તિ સુરેશ અને પ્રકાશ મુખ્ય ભૂમિકામાં છે.
 
ઘણા દિવસોથી એવા અહેવાલો હતા કે આ ફિલ્મ OTT પર રિલીઝ થશે. પરંતુ બાદમાં સમાચાર આવ્યા કે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ આ દિવાળીના અવસર પર રિલીઝ થશે.