સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (23:36 IST)

Aryan Khan Get Bail But Not Release - હાઈકોર્ટમાંથી જામીન મળી છતા કેમ જેલમાંથી છુટ્યા નહી આર્યન ખાન ? સમજો શુ છે કાયદાના દાંવ-પેચ

મુંબઈ ડ્રગ્સ કેસ(Mumbai Drugs Case)આર્યન ખાન(Aryan Khan Bail)ને જામીન મળ્યા બાદ પણ  તે આજે જેલમાંથી મુક્ત થયો નથી. હકીકતમાં જ્યાં સુધી ડિટેલ ઓર્ડર ન આવે ત્યાં સુધી આર્યનને જેલમાંથી છોડવામાં આવશે નહીં. એડવોકેટ મુકુલ રોહતગીનું કહેવું છે કે આર્યનને જેલમાંથી મુક્ત કરવામાં બેથી ત્રણ દિવસ લાગી શકે છે.  એકવાર હાઇકોર્ટ જામીનનો આદેશ આપે છે, ત્યાંથી જામીન પ્રમાણપત્ર ટ્રાયલ કોર્ટમાં મોકલવામાં આવે છે. જે બાદ ટ્રાયલ કોર્ટ રીલીઝ લેટર  (Release Letter) રજુ કરે છે. જ્યારે આ મુક્તિ પત્ર જેલમાં પહોંચે છે, ત્યારે આરોપીને મુક્ત કરવામાં આવે છે. 
 
કાયદાના નિષ્ણાતોના મતે જેલ તેના સમયના હિસાબથી આરોપીઓને મુક્ત કરે છે. આર્યન ખાન કેસમાં(Aryan Khan Case), જ્યાં સુધી આ પ્રક્રિયા પૂરી નહી થાય ત્યાં સુધી તે જેલમાંથી ઘરે જઈ શકશે નહીં. આર્યન ખાન શુક્રવારે સાંજ સુધીમાં જેલમાંથી મુક્ત થઈ શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ આરોપીઓને મુક્ત કરવામાં વિલંબના તાજેતરના મામલાઓને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ એનવી રમનની અધ્યક્ષતાવાળી બેંચ શુક્રવારે આ મામલે સુનાવણી કરશે.
 
તરત જ મુક્ત કરવા અધિકારોનુ ઉલ્લંઘન ? 
 
જસ્ટિસ એલ નાગવારારાવ અને એએસ બોપન્નાની બેન્ચ પણ તપાસ કરશે કે જામીન મળ્યા બાદ આરોપીને વહેલા મુક્ત કરવા માટે શું કરી શકાય. સુપ્રીમ કોર્ટ સુનિશ્ચિત કરશે કે આરોપીઓને જામીન મળ્યા બાદ વિલંબ કર્યા વિના મુક્ત કરવામાં આવે, કોર્ટનું કહેવું છે કે જામીન બાદ પણ આરોપીને તાત્કાલિક મુક્ત ન કરવો એ તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા અનુસાર, અદાલતો સામાન્ય રીતે નિર્દેશ આપે છે કે આરોપીઓને શરતો પૂરી કર્યા પછી તરત જ છોડી દેવામાં આવે. સુપ્રીમ કોર્ટ એ પણ તપાસ કરી શકે છે કે શું આ મામલે કોઈ પ્રકારની માર્ગદર્શિકા ઘડવાની જરૂર છે.
 
બેલ મળવાના 48 કલાક પછી છોડવામાં આવ્યા હતા આરોપી 
 
ઉલ્લેખનીય છે કે દિલ્હી રમખાણો મામલાના આરોપી જામિયાના વિદ્યાર્થી આસિફ ઈકબાલ તન્હા અને જેએનયુની દેવાંગના કલિતા અને  નતાશા નરવાલને જામીન મળ્યાના 48 કલાક બાદ મુક્ત કરવામાં આવ્યા હતા, જામીન આપ્યા બાદ તિહાર જેલમાંથી મુક્ત થવામાં વિલંબના મામલામાં દિલ્હી હાઈકોર્ટે ફરીથી હસ્તક્ષેપ કર્યો. વાસ્તવમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ પણ દિલ્હી રમખાણોના કાવતરાના કેસમાં પકડાયેલા ત્રણેય આરોપીઓને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડ્યું હતું.