અભિનેતા રાહુલ દેવના પિતાનુ નિધન, શેયર કરી ઈમોશનલ પોસ્ટ

rahul dev
મુંબઈ.| Last Modified બુધવાર, 24 એપ્રિલ 2019 (12:08 IST)
પૉપુલર મૉડલ અને અભિનેતા રાહુલ દેવના પિતાનુ 91 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. રાહુલ દેવે આ વિશે બતાવતા પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ પર પિતા સાથે એક ફોટો શેયર કરી છે.

સિનેમા જગત પરથી દુખદ સમાચાર આવી રહ્યા છે. અભિનેતા રાહુલ દેવના પિતાનુ અવસાન થઈ ગયુ છે. રાહુલે ઈસ્ટાગ્રામ પર પિતા સાથે એક ફોટો શેયર કરતા ઈમોશનલ પોસ્ટ લખી છે. રાહુલે લખ્યુ છે કે "તમારી યાદ આવશે પપ્પા. તેઓ અમને પાંચ દિવસ પહેલા છોડીને જતા રહ્યા છે. તેમણે 91 વર્ષની શાનદાર ઈનિગ રમી.
શાનદાર 90ના વ્યામાં તેમની સાથે વિતાવેલ સૌથી યાદગાર ક્ષણ. એક પોલીસ ઓફિસર અને અનેક પુરસ્કારોથી સન્માનિત. તેઓ એક સારા, સાધારણ અને દયાળુ વ્યક્તિ હતા. મે તેમની પાસેથી ઘણુ શીખ્યુ. ખૂબ ખૂબ પ્રેમ"
રાહુલ દેવના ભાઈ મુકુલ દેવે પણ પિતાના અવસાનના સમાચારને સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. ઉલ્લ્ખેનીય છે કે રાહુલ દેવ ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રીનુ જાણીતુ નામ છે.


આ પણ વાંચો :