શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 19 ફેબ્રુઆરી 2017 (22:58 IST)

સંજય દત્તની નવી ફિલ્મ 'ભૂમિ'નુ શુટિંગ શરૂ

બોલિવુડના વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા સંજય દત્તની નવી ફિલ્મનુ શુટિંગ આખરે ભાવનાશીલ માહોલમાં શરૂ કરવામાં આવ્યુ છે. ઓમંગ કુમારની નવી ફિલ્મ ભૂમિ માટે સંજય દત્તે શુટિંગ શરૂ કરી દીધુ છે. આગરાના તેજગંજ વિસ્તારમાં આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. સંજય દત્તની છેલ્લી ફિલ્મ પીકે ડિસેમ્બર 2014માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ રાજકુમાર હિરાની દ્વારા બનાવવામાં આવી હતી. ત્યારબાદથી તે કોઇ ફિલ્મમાં નજરે પડ્યો નથી.  ભૂમિ ફિલ્મમાં સંજય દત્તની પુત્રીની ભૂમિકામાં અદિતિ રાવ હૈદરી નજરે પડનાર છે. ફિલ્મમાં પિતા અને પુત્રી વચ્ચે લાંબી ભાવનાશીલ વાતચીત  છે. સેકન્ડ ટેકમાં સીનને પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. સંજય દત્તે ત્યારબાદ તેમના સ્પોટબોય શંકરને જાદુ કી ઝપ્પી આપી હતી. ત્યારબાદ તે પોતાની પત્નિ માન્યતા પાસે પહોંચી ગયો હતો. સહ અભિનેતા તરીકે ફિલ્મમાં શેખર સુમન નજરે પડનાર છે

સંજય દત્તની બોયોપિક પર હાલમાં ફિલ્મ રાજકુમાર હિરાની બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં સંજય દત્તના પાત્રમાં રણબીર કપુર કામ કરી રહ્યો છે. માન્યતા થોડાક દિવસ સુધી ફિલ્મની ટીમ સાથે આગરામાં સમય ગાળનાર છે. સંજય દત્તના બાળકો પણ સેટ પર પહોંચી રહ્યા છે. આ ફિલ્મ વહેલી તકે રજૂ કરવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સંજય દત્તના કરોડો ચાહકો હજુ તેની ફિલ્મને લઇને આશાવાદી બનેલા છે. અદિતી રાવ પોતાની નવી ફિલ્મને લઇને ભારે ખુશ છે. શેખર સુમન પણ સંજય દત્ત સાથે લાંબા ગાળા બાદ કામ કરી રહ્યો છે. સંજય દત્ત પાસે અન્ય ફિલ્મો છે.