રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (12:41 IST)

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના સાળા જેસન વોટકિન્સનુ આકસ્મિક મોત

બોલિવૂડમાંથી ખરાબ સમાચાર આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના સાળો જેસન વોટકિન્સ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેસને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું. તે રેમોને ફિલ્મોમાં મદદ કરતો હતો. પોતાના ભાઈના અવસાનથી દુખી રેમોની પત્ની લિઝેલ ડિસોઝાએ ઈન્સ્ટા પોસ્ટ પર તેના ભાઈની તસવીરો શેર કરી અને લખ્યું, 'કેમ?
 
તે મારી સાથે આવું કેમ કર્યું. આના માટે હું ક્યારેય માફ નહીં કરું'.
 
રિપોર્ટ અનુસાર, જેસન વોટકિન્સ તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મેડિકલ ઓફિસરે જણાવ્યું કે જેસનને કૂપર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ઓશિવરા પોલીસ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. જોકે, રેમો ડિસોઝા અને તેની પત્ની લિજેલ ડિસોઝાએ મૃત્યુની પુષ્ટિ કરી છે. પરંતુ તેના ભાઈના આકસ્મિક મૃત્યુથી તે દુખી છે.
 
રેમો ડિસોઝાની પત્ની લિઝેલ ઇન્સ્ટા સ્ટોરી પર તેના અને જેસનના બાળપણના ફોટા શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું. એક ફોટોમાં જેસન તેની માતા સાથે ઓટોમાં બેઠેલો જોવા મળે છે. તેની માફી માગતા લિઝેલ લખે છે કે માફ કરજો માતા મેં તને નિષ્ફળ કરી છે.
 
રેમો ડિસોઝા ગોવામાં તેના મિત્રના લગ્નમાં હતો. રેમો અને તેની પત્ની આ અઠવાડિયે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. લિઝેલે થોડા કલાકો પહેલા રેમો સાથેના સેલિબ્રેશનનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.