શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (10:30 IST)

Dhanush-Aishwaryaa’s Divorce: ધનુષ-એશ્વર્યાના અચાનક જુદા થવાથી ફેંસ થયા હેરાન, રજનીકાંત માટે મનાવી રહ્યા છે દુ:ખ, સામે આવી રહ્યા છે કમેંટ્સ

સાઉથ સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી એશ્વર્યા (Rajinikanth Daughter Aishwaryaa) અને જમાઈ ધનુષ (South Star Dhanush) પોતાના 18 વર્ષ જૂના સંબંધો ખતમ કરી રહ્યા છે. ધનુષ અને એશ્વર્યા  (Dhanush Aishwaryaa Divorce)ના જીવનના રસ્તા એકબીજાથી જુદા કર્યા બાદથી દરેક કોઈ નવાઈ પામી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર ટ્રેંડ કરી રહી છે. બીજી બાજુ ફેંસ શૉકમાં છે અને પૂછી રહ્યા છે કે ધનુષ અને એશ્વર્યાના આમ અચાનક અલગ થવાનુ કારણ શુ છે ? સોમવારે ઘનુષ અને એશ્વર્યએ પોતાના જીવન સાથે જોડાયેલ મહત્વનુ પગલુ ઉઠાવ્યુ અને એનાઉંસમેંટ કરી. આવામાં હવે સોશિયલ મીડિયા પર લોકો સાઉથ સુપરસ્ટાર રજનીકાંત (Superstar Rajinikanth) માટે ખૂબ જ ખરાબ ફીલ કરી રહ્યા છે. ‘થલાઈવી’ સ્ટાર રજનીકાંત માટે ફેંસના મનમાં સાંત્વનાનુ ઘોડાપુર ઉમડી આવ્યુ છે. 
 
ધનુષ-ઐશ્વર્યાના સેપરેશનથી  ફેન્સ દુ:ખી 
 
આ સમાચાર પર રિએક્ટ કરતા એક ફેન્સે કહ્યું- 'પ્લીઝ બી સ્ટ્રોંગ થલાઈવી રજનીકાંત'. તો કોઈએ કહ્યું- આ અશક્ય છે, અવિશ્વસનીય છે. તો કોઈએ કહ્યું- આ કેવી રીતે થઈ શકે? કેટલાક લોકો ધનુષ અને ઐશ્વર્યાના આ નિર્ણયનું સન્માન કરતા જોવા મળ્યા હતા કે - આ ચોંકાવનારું છે પરંતુ દરેકે તેમના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.. તો કોઈએ કહ્યું - તેમને આ સમયે સ્પેસ અને પ્રાઈવેસીની જરૂર છે. અમે કોઈની પર્સનલ બાબત પર કશુ કહી શકતા નથી કે નથી જજ કરી શકતા. તો કોઈએ રજનીકાંતની પુત્રી અને જમાઈ ધનુષને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.
 
બે બાળકોના માતા-પિતા છે ધનુષ-ઐશ્વર્યા

 
ઉલ્લેખનીય છે કે, 18 નવેમ્બર 2004ના રોજ ઐશ્વર્યા અને ધનુષ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ઐશ્વર્યા અને ધનુષને બે બાળકો છે - યાત્રા અને લિંગ. યાત્રાનો જન્મ વર્ષ 2007 અને લિંગનો જન્મ વર્ષ 2010માં થયો હતો.
 
સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી અને જમાઈએ કર્યુ એલાન 
 
જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ધનુષ અને ઐશ્વર્યાની એક પોસ્ટ આવી ત્યારે ફેંસને  ખૂબ જ આશ્ચર્ય થયું. પોસ્ટમાં બંનેના અલગ થવાની વાત લખવામાં આવી હતી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું- '18 વર્ષ સુધી ક્યારેક  મિત્રો તરીકે, ક્યારેક કપલ તરીકે અને પછી માતા-પિતા તરીકે, હવે અમે ઘણુ ગ્રો કરી ચુક્યા છે..અમારા વિચાર, અમારી એડજસ્ટમેટ અને સ્વીકારવાની શક્તિ વધી. આજે અમે એક એવા તબક્કામાં છીએ જ્યાં અમારા રસ્તાઓ અલગ થઈ ગયા છે. ઐશ્વર્યા અને હુ, અમે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે વિચાર્યું છે કે અમે બંને પોતાની જાતને સમય આપીશું અને પોતાના સુખદ ભવિષ્ય માટે પોતાની જાતને વ્યક્તિગત રીતે સમજવાની કોશિશ કરીશું.
 
 ધનુષ માત્ર સાઉથ સિનેમામાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ તેના કામને કારણે ખૂબ જ લોકપ્રિય છે. ધનુષે તાજેતરમાં સારા અલી ખાન અને અક્ષય કુમાર સાથે ફિલ્મ અતરંગી રેમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં પણ ચાહકોએ ધનુષને ખૂબ પસંદ કર્યો હતો. દર્શકોએ ફિલ્મમાં તેના અભિનય અને સાદગીની પ્રશંસા કરી હતી. હવે ટૂંક સમયમાં જ અભિનેતા તેલુગુ ફિલ્મોમાં પણ ડેબ્યુ કરશે. જ્યારે કે ઐશ્વર્યા વ્યવસાયે એક ગાયિકા પણ છે, તેણે ફિલ્મ 3 થી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કર્યુ હતુ. જેમાં ધનુષ અને શ્રુતિ હસન મુખ્ય ભૂમિકામાં હતા.