સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. કલાકારોની પ્રોફાઇલ
Written By

King Khan Birthday- શાહરૂખ ખાન વિશે જાણો દસ ખાસ વાતો

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન સોમવારે 50 વર્ષના થઈ ગયા. જન્મદિવસ પર જાણો દિલ્હીથી મુંબઈ સુધી કિંગ ખાનની જીવનયાત્રા કેવી રહી. 
 
1. શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965ના રોજ રાજધાની દિલ્હીમાં થયો હતો. 
2. તેમને બાદશાહ અને કિંગ ખાન ના નામથી બોલાવવામાં આવે છે. 
3. શાહરૂખને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. અનેક સ્ટેજ પરફોર્મેંસમાં તેઓ એ સમયના જાણીતા એક્ટર્સના અંદાજમાં એક્ટિંગ કરતા હતા જેની ખૂબ પ્રશંસા કરવામાં આવતી હતી. 
4. બાળપણ દરમિયાન અભિનેત્રી અમૃતા સિંહ પણ તેમની મિત્ર હતી જે પછી મુંબઈમાં આવીને ફિલ્મોમાં કામ કરવા લાગી. 
5. શાહરૂખે એક્ટિંગની શિક્ષા બૈરી જૉનની અકાદમીમાંથી લીધી.  
6. દિલ્હીના હંસરાજ કૉલેજથી બૈચલરની ડિગ્રી લીધા પછી જામિયા મિલિયા યૂનિવર્સિટીમાંથી માસ્ટર્સનો અભ્યાસ શરૂ તો કર્યો પણ એક્ટિંગની દુનિયામાં પગ મુકવાને કારણે અભ્યાસ વચ્ચે જ છોડવો પડ્યો. 
7. શાહરૂખે 6 વર્ષના રિલેશન પછી ગૌરી છિબ્બર(ગૌરી ખાન)સાથે 25 ઓક્ટોબરના રોજ લગ્ન કર્યા અને તેમની ત્રણ સંતાન છે. પુત્ર આર્યન, પુત્રી સુહાના અને નાનો પુત્ર અબરામ. 
8. શાહરૂખે શરૂઆતી સમયમાં સર્કસ અને ફૌજી જેવા સીરિયલ્સમાં કામ કર્યા અને પછી મુંબઈ આવીને હેમા માલિનીની ડાયરેક્ટરના રૂપમાં પ્રથમ ફિલ્મ 'દિલ આશના હૈ' દ્વારા ફિલ્મોમાં એક્ટિંગની શરૂઆત કરી.  
9. શાહરૂખે 'ડર', 'બાજીગર', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'કભી હા કભી ના', 'કરણ અર્જુન', 'કુછ કુછ હોતા હૈ', 'કભી ખુશી કભી ગમ', 'ચક દે ઈંડિયા', 'ચેન્નઈ એક્સપ્રેસ' અને 'હેપ્પી ન્યૂ ઈયર' જેવી સુપરહિટ ફિલ્મ કરી છે અને ટૂંક સમયમાં તેમની દિલવાલે રજુ થવાની છે. 
10. ફિલ્મો સાથે શાહરૂખે ટીવીની દુનિયામાં 'કેબીસી' અને 'જોર કા ઝટકા' જેવા શો ને હોસ્ટ કર્યા છે.