શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (16:03 IST)

બેંગલુરૂના ડ્રગ્સ કેસને લઈને મુંબઈમાં વિવેક ઓબેરૉયના ઘર પર પોલીસના દરોડા

બેંગલુરૂ ડ્રગ્સ કેસના પ્રક્રિયામાં બોલીવુદ અભિનેતા વિવેક ઓબેરોયના ઘરે ગુરૂવારે પોલીસે શોધ કરી.  બેંગલુરુ પોલીસે  આ કાર્યવાહી વિવેક ઓબેરોયના સાળા આદિત્ય અલ્વાની શોધમાં કરી હતી. આદિત્ય આલ્વા કર્ણાટકના ભૂતપૂર્વ પ્રધાન જીવરાજ આલ્વાના પુત્ર છે. આદિત્ય પર ડ્રગ્સના ધંધામાં સામેલ હોવાનો આરોપ છે.
 
આ ગેરકાયદેસર ધંધા હેઠળ કન્નડ ફિલ્મ ઉદ્યોગ (Sandalwood) ના પ્રખ્યાત ગાયકો અને કલાકારોને માદક દ્રવ્યો મોકલવામાં આવતા હતા.  નિષ્ણાંતોના મતે, બેંગ્લોર પોલીસે મુંબઈમાં વિવેક ઓબેરોયના ઘરની તપાસ લીધી હતી. પોલીસને આશંકા હતી કે આદિત્ય અલ્વા તેની જીજાનાઘરે સંતાઈ શકે છે. 
 
કર્ણાટક પોલીસના એક અધિકારીએ કહ્યું કે આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક તેનો સંબંધી છે અને અમને માહિતી મળી હતી કે આરોપી ત્યાં હોઈ શકે છે. તેથી કોર્ટ તરફથી વોરંટ મેળવ્યા બાદ ક્રાઈમ બ્રાંચની ટીમ મુંબઈના વિવેક ઓબેરોયના ઘરે પહોંચી હતી. જો કે આ દરમિયાન અન્ય શુ શું બન્યું તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. બેંગલુરુમાં આદિત્ય અલ્વાના ઘરની શોધ પહેલા જ થઈ ચૂકી છે.