બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 26 નવેમ્બર 2021 (10:34 IST)

રાજ કુન્દ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી ઝટકો, આગોતરા જામીન અરજી ફગાવી

રાજ કુન્દ્રાના વકીલ પ્રશાંત પી પાટીલ અને સ્વપ્નિલ અંબુરે દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યું હતું કે તેમના વિરુદ્ધ આ કેસમાં સહ-આરોપી બનેલી અભિનેત્રી શર્લિન ચોપરા અને પૂનમ પાંડેના કથિત અંગત વીડિયોના સંબંધમાં કાર્યવાહીનો એકમાત્ર આરોપ છે.
 
પોર્નોગ્રાફિક ફિલ્મો (Pornography Case) બનાવવા અને તેના વિતરણને લગતા મામલામાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુન્દ્રાની (Raj Kundra) મુશ્કેલીઓ ફરી વધી રહી છે. બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. રાજે કોર્ટને કહ્યું કે તેની પ્રોડક્શન કંપની દ્વારા બનાવવામાં આવેલ વીડિયો ઈરોટિક હોઈ શકે છે, પરંતુ તેને પોર્ન ન ગણવા જોઈએ. જોકે કોર્ટે તેમની દલીલ સ્વીકારી ન હતી.